ગુજરાત

gujarat

ETV Bharat / state

BHUJ NEWS: RTO કચેરીનો લાયસન્સ ટ્રેક, ક્યારેક સર્વર તો ક્યારેક ઈન્ટરનેટ ન હોવાને કારણે 44 દિવસથી બંધ - internet service

ભુજની આરટીઓ કચેરીનો લાયસન્સ ટ્રેક ક્યારેક સર્વર તો ક્યારેક ઈન્ટરનેટ સેવાના કારણે 44 દિવસથી બંધ છે. લોકોને અધિકારીએ આવતીકાલથી શરૂ કરવાની ખાતરી આપી હતી. કચેરી બંધ હોવાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. 4000થી પણ વધારે વાહન ચાલકો ડ્રાઇવિંગ લાઇસન્સથી વંચિત રહ્યા છે.

ભુજની આરટીઓ કચેરીનો લાયસન્સ ટ્રેક ક્યારેક સર્વર તો ક્યારેક ઈન્ટરનેટ સેવાના કારણે રહ્યો 44 દિવસથી બંધ
ભુજની આરટીઓ કચેરીનો લાયસન્સ ટ્રેક ક્યારેક સર્વર તો ક્યારેક ઈન્ટરનેટ સેવાના કારણે રહ્યો 44 દિવસથી બંધ

By

Published : Jul 27, 2023, 1:17 PM IST

ભુજની આરટીઓ કચેરીનો લાયસન્સ ટ્રેક ક્યારેક સર્વર તો ક્યારેક ઈન્ટરનેટ સેવાના કારણે રહ્યો 44 દિવસથી બંધ

કચ્છમાં:બિપરજોય વાવાઝોડાના કારણે ભુજ આરટીઓ કચેરી લાયસન્સ ટ્રેક બંધ થયો હતો.બિપરજોયના 44 દિવસ બાદ લાયસન્સ ટ્રેક ચાલુ ના થતાં અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.વરસાદના કારણે પણ આ ટેસ્ટ ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ઈન્ટરનેટ સેવા પણ ખોરવાતાં ટ્રેક બંધ કરવામાં આવ્યો હતો.ત્યારે આવતીકાલથી ટેસ્ટ ટ્રેક ચાલુ થવાની ખાતરી આરટીઓ અધિકારીએ આપી છે. બિપોરજોય વાવાઝોડું આવ્યું ત્યારથી એટલે કે 44 દિવસ પહેલાંથી ટ્રેક બંધ પડ્યો હતો.

"આરટીઓ ટ્રેક વાવાઝોડું આવ્યું ત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી જતી રહેવાના કારણે સર્વર બંધ રહેતા બંધ થયું હતું.કચેરી દ્વારા ઈન્ટરનેટ કંપનીને સતત ઈમેલ કરવામાં આવ્યા હતા તો ફરિયાદો પણ કરવામાં આવી હતી છતાં પણ ઇન્ટરનેટ આવ્યું ન હતું.થોડાક સમય બાદ ઇન્ટરનેટ આવી ગયું હતું પરંતુ સર્વર કામ કરી રહ્યું ના હતું.અમદાવાદથી ટેકનિકલ ટીમ આવી હતી અને રીપેરીંગનું કામ શરૂ કર્યું હતું હાલમાં રીપેરીંગ કરવાના અંતિમ પગલા લેવાઈ રહ્યા છે ત્યારે આવતીકાલથી ટેસ્ટ ટ્રેક ચાલુ થઈ જશે" --પ્રદીપસિંહ વાઘેલા (ઇન્ચાર્જ આરટીઓ અધિકારી)

લાઇસન્સથી વંચિત:ભુજ આરટીઑ કચેરીમાં લાયસન્સ ટેસ્ટ ટ્રેક હજુપણ ચાલુ કરવામાં આવ્યો નથી.ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી લાયસન્સ બનાવવા માટે અરજદારોને ધરમનો ધક્કો ખાઈને પરત જવું પડી રહયું છે.હાલમાં આરટીઓ વિભાગ દ્વારા કેમેરાના મેન્ટેનસની કામગીરી ચાલુ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી અનેક વિવાદો થયા બાદ અને બિપોરજોય વાવાઝોડું આવ્યું ત્યારથી એટલે કે 44 દિવસ પહેલાંથી ટ્રેક બંધ પડ્યો છે અને તે પછી ચાલુ જ ન થતાં લાયસન્સ મેળવવા ઈચ્છુકો અટકાઈ ગયા છે.પરિણામે 4000થી પણ વધારે વાહન ચાલકો ડ્રાઇવિંગ લાઇસન્સથી વંચિત રહ્યા છે.

સેન્સર કામ કરતાં બંધ:13મી જૂનથી આરટીઓમાં ટેસ્ટટ્રેક બંધ થયોઉલ્લેખનીય છે કે,ભુજ આરટીઓનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં સામાન્ય વરસાદ આવે તો પણ તેના સેન્સર કામ કરતાં બંધ થઈ જાય છે જેટલો સમય આ ટ્રેક ચાલુ રહે છે તેનાથી વધુ સમય તો ટ્રેક બંધ રહે છે.જેથી વાહન ચાલકોને ધક્કા પડતા હોય છે.13મી જૂનથી આરટીઓમાં ટેસ્ટટ્રેક બંધ થઈ ગયો છે જે હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યો.

ચોક્કસ નિર્ણય:ભુજની આરટીઓ કચેરી આવક મુદ્દે રાજ્યમાં અવ્વલએક તરફ જોવા જઈએ તો ભુજની આરટીઓ કચેરી પૂરા રાજ્યમાં સૌથી વધુ આવક મેળવીને સરકારને આપે છે.ગત નાણાંકિય વર્ષ 2022-23માં આ ભુજની આરટીઓ કચેરીએ સરકારને 369 કરોડ અને છેલ્લા 4 વર્ષમાં 1100 કરોડની આવક કમાવી આપી છે.છતાં પણ સતત બંધ રહેતા ટેસ્ટ ટ્રેક માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવતો નથી.

  1. Kutch News : પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવાના કાયમી અધિકારોની સરકારમાં માંગ
  2. Kutch News : કચ્છ CGSTએ અત્યાર સુધીનો સૌથી વધુ ટેક્સ દર અંકિત કર્યો, 80 ટકા લોકો નિયત રિટર્ન ફાઈલ કર્યું

ABOUT THE AUTHOR

...view details