ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજના રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજ્યો - કોરોના મહામારી

કચ્છમાં કોરોનાના કેસ વધવાની સાથે લોકોનું કોરોના વેક્સિનેશન પણ થઈ રહ્યું છે. કચ્છમાં ભૂજના રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષે તેમના જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિનેશનનું આયોજન કર્યું હતું.

ભૂજના રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજ્યો
ભૂજના રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજ્યો

By

Published : Apr 16, 2021, 3:25 PM IST

  • કચ્છમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે
  • ભારત સરકાર લોકોને નિઃશુલ્ક વેક્સિન આપી રહી છે
  • SMS સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી


આ પણ વાંચોઃજામનગરમાં વિવિધ સ્થળો પર કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયા

કચ્છઃ ભારત દેશ હમણા કોરોનાના સંકટ સામે લડી રહ્યો છે. સતત વધતા કોરોનાના કેસે ચિંતા ઊભી કરી છે. છેલ્લા થોડા દિવસથી કચ્છમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ લોકોનું વેક્સિનેશન પણ થઈ રહ્યું છે. ભૂજમાં રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વિરભદ્ધસિંહ સાવજસિંહ જાડેજા પોતાના જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજ્યો હતો. અહીં કોરોના મહામારી સામે લડવા માટે ત્રણ હથિયાર SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ અંગે સમજાવવામાં આવ્યું હતું.

SMS સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી

આ પણ વાંચોઃજામનગરમાં ઠેરઠેર વેક્સિનેશન કેમ્પ દ્વારા ઉજવાઇ રહ્યો છે રસીકરણ ઉત્સવ

ભૂજમાં કરણી સેનાના કાર્યાલય ખાતે યોજાયો વેક્સિનેશન કેમ્પ

1 એપ્રિલથી સરકાર દ્વારા નિઃશુલ્ક કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે રાજપૂત કરણી સેના ભૂજના કાર્યાલય ખાતે એક ક્ષત્રિય યુવાને પોતાનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો. જાડેજા વિરભદ્ધસિંહ સાવજસિંહના જન્મદિવસ નિમિત્તે કોરોના માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો. જે લોકો 45 વર્ષથી ઉપરના હોય અને જેમણે કોરોના રસીકરણ ન કરાવ્યું હોય તે લોકો માટે આ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details