કચ્છ : કોરોના સામેના જંગમાં પશ્ચિમ કચ્છ પોલીસે એક પછી એક પગલાં લઈ રહી છે. વધુ એક પ્રયાસમાં જાગૃતિ અને સાવચેતી માટે ભુજ A - ડિવિઝન પોલીસ મથકે એક ખાસ ડિસઈન્ફેક્ટન્ટ સ્પ્રે મશીન વિકસાવવામાં આવ્યું છે. બહારથી પોલીસ મથકે આવનાર પોલીસ કર્મચારીઓ અને અરજદારો આ સેનેટાઈઝર થકી સંપૂર્ણ સ્વચ્છ અને વાઈરસમુક્ત થઈ જશે. ગુજરાતમાં ભુજનું આ પ્રથમ પોલીસ મથક બન્યું છે, જેમાં આ ખાસ પ્રકારની સુવિધા ઉભી કરાઈ છે.
ભુજનું પોલીસ મથક કોરોના સામે કંઈક આ રીતે લડી રહ્યું છે લડાઈ
કોરોના સામેના જંગમાં પશ્ચિમ કચ્છ પોલીસે એક પછી એક પગલાં લઈ રહી છે. વધુ એક પ્રયાસમાં જાગૃતિ અને સાવચેતી માટે ભુજ A - ડિવિઝન પોલીસ મથકે એક ખાસ ડિસઈન્ફેક્ટન્ટ સ્પ્રે મશીન વિકસાવવામાં આવ્યું છે
પોલીસ બેન્ડ વડે ખુશાલી અને સાવચેતીની અપીલનો પ્રયાસ કરનાર પશ્ચિમ કચ્છ SP સૌરભ તોલંબિયાના સહકારથી ભુજ A ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર મિતેશ આર. બારોટે આ મશીન તૈયાર કરાવ્યું છે. આ મશીનનો વિચાર તેેમને એક વીડિયો જોઈને આવ્યો હતો. SPના સહકારથી આ વિચારને અમલી કરવામાં આવ્યો છે.
વિગતો મુજબ આ સેનેટાઈઝરમાંથી પસાર થનાર પ્રત્યેક વ્યક્તિ પર પાણી મિશ્રિત હાઈડ્રોક્લોરાઈડના સ્પ્રેનો છંટકાવ થાય છે. જેનાથી તે નખશીખ વાઈરસ મુક્ત થઈ જાય છે. શરીર પર પહેરેલાં કપડાં પણ આપોઆપ જંતુમુક્ત થઈ જાય છે. 12-15 હજારના નજીવા ખર્ચે આ સેનેટાઈઝર તૈયાર થયું છે. આ સેનેટાઈઝરને જોઈને SP સૌરભ તોલંબિયા અને IG સુભાષ ત્રિવેદીએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.