કચ્છ:BSF દ્વારા કચ્છના ક્રીક વિસ્તારમાંથી(team of BSF jawans from Bhuj) એક પાકિસ્તાની નાગરિક અને 3 પાકિસ્તાની બોટ ઝડપવામાં આવી. જ્યારે અન્ય બાકીનાપાકિસ્તાની માછીમારો નાસી છૂટવામાં સફળ(Pakistan's attempt to infiltrate Indian border failed) રહ્યા હતા.જપ્ત કરાયેલી બોટની તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.
પાકની નાપાક હરકતો
ગુજરાત પકિસ્તાનની બોડર પર પાક દ્વારા હરકતોમાં (Infiltration of Pakistani fishermen into India) વધારો થયો છે. પોરબંદર પાક બોડર પરથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા (India Pakistan water border) ભારતીય જળ સીમા પરથી ઓખાની સત્યવતી બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે આમ ગત એક અઠવાડિયામાં ભારતીય બે બોટના અપહરણ થયા છે. આ અગાઉ તુલસી મૈયા નામની બોટનું પણ આપહરણ કરાયું હતું. ત્યારે આ બાબતે માછીમાર સમાજમાં રોષ ભભૂકયો છે અને પાકિસ્તાન આ પ્રકારની હરકતો બંધ કરવામમાં આવે તેવી સરકાર સમક્ષ અનેક વાર માંગ પણ કરાઈ છે.
ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ
આજ રોજ બપોરના 12 વાગ્યાના આસપાસ ભુજના BSF જવાનોની ટુકડી લખપતવારીના ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી,તે દરમિયાન BSFના જવાનોએ 4-5 પાકિસ્તાની માછીમારો સાથે કેટલીક પાકિસ્તાની ફિશિંગ બોટની હિલચાલનુંઅવલોકન કર્યું હતું. પાકિસ્તાની માછીમારો ઉબડખાબડ દરિયાઈ સ્થિતિનો લાભ લઈને ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.