ભુજ:ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બદ્રીકાશ્રમ ખાતે શ્રીનરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની દિવ્યતા અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણીનાં તૃતીય દિવસે શ્રીમદ્ સત્સંગીજીવન કથામાં વક્તા શાસ્ત્રી કૃષ્ણસ્વરૂપસ્વામીએ નરનારાયણ દેવનો મહિમા વર્ણવ્યો હતો. આ દરમિયાન ધુન અને કિર્તનનાં નવા બે આલ્બમનું વિમોચન કરવાની સાથે સાથે દાતા પરિવાર દ્વારા સુવર્ણના વાઘા પણ નરનારાયણ દેવનાં ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા હતાં. સુવર્ણદાન સમયે મોટી સંખ્યામાં એનઆરઆઇ સહિતનાં હરિભક્તો હાજર રહ્યા હતાં.
આ પણ વાંચોઃ Akshaya Tritiya 2023 : અખાત્રીજના દિવસનું પંચગુપ્ત સાથે જોડાણ, મુહૂર્ત જોયા વગર કરી શકો કોઈપણ કાર્ય
કથા મંડપમાં પધાર્યાઃદાતા દ્વારા ભગવાન કૃષ્ણ, રાધાજી અને હરિકૃષ્ણ મહારાજ માટે સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. તે પૂર્વે વાજતેગાજતે યજમાનો સુવર્ણ વાઘા લઇને કથા મંડપમાં પધાર્યા હતાં. તેમણે આ વાઘા નરનારાયણ દેવનાં ચરણોમાં અર્પણ કર્યા હતાં. જેનો સદ્ગુરૂ મહંતસ્વામી ધર્મનંદનદાસજીએ સ્વીકાર કર્યો હતો. આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજી, ઉપમહંત સ્વામી ભગવદજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત હાજર રહ્યા હતાં. સુવર્ણનાં વાઘા, સુવર્ણના હાર, સુવર્ણની મોજડી સહિતનાં આભૂષણોનો ફુલોથી અભિષેક કર્યો હતા. કોઠારી દેવપ્રકાશસ્વામી, શાસ્ત્રી સુકદેવસ્વરૂપસ્વામી, શાસ્ત્રી દેવચરણસ્વામી આદિ સંતો પણ ખાસ હાજરી આપવા માટે આવ્યા હતા.