તમામ સંપતિને દાનમાં આપીને સંયમના માર્ગ પર પ્રયાણ કચ્છઃજૈન ધર્મમાં દિક્ષાનું અનેરૂં મહત્વ રહેલું છે. દીક્ષાર્થીના દીક્ષાગ્રહણ ઉજવણી અંતર્ગત ભૂજમાં હજારો ભાવિકોની ઉપસ્થિતમાં વર્ષીદાન યોજાયું હતું. આમાં સામેલ તમામ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરીને ઈતિહાસ રચ્યો હતો. ભુજ સહિત કચ્છના ઈતિહાસમાં જૈનોની સાથે અન્ય સમાજોને પણ ગૌરવ અપાવે એવી ઐતિહાસિક દિક્ષા પ્રદાન મહોત્સવની ઘટના ભુજમાં ઘટી રહી છે. ગુરૂવારે અજરામર સંપ્રદાયના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ અને વાગડ બે ચોવિસી જૈન સમાજમાં એક જ પરિવારના ચાર સભ્ય સંયમ માર્ગે પ્રયાણ કર્યું હતું, જેને લઈ સમગ્ર જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃJain Diksha in Kutchh: કચ્છમાં એક જ પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરશે
તમામ સંપતિને દાનમાં આપીને સંયમના માર્ગ પર પ્રયાણઃભુજ છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના મંત્રી ભદ્રેશ દોશીએ જણાવ્યું હતું કે, ઉજ્જવળ ગુરૂણી મૈયાના આશીર્વાદથી ભુજના મુમુક્ષુ પીયૂષ કાંતિલાલ મહેતા, તેમનાં પત્ની પૂર્વીબેન, પુત્ર મેઘકુમાર અને ભાણેજ ક્રિશકુમાર નીકુંજ મહેતાના ભાગવતી દિક્ષા અંગીકાર કરવાના છે. આજે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે આ ઉત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે આજે તમામ મુમુક્ષોએ પોતાની પાસે રહેલી તમામ સંપતિને દાનમાં આપીને સંયમનાં માર્ગ પર પ્રયાણ કર્યું છે.
જૈન ધર્મમાં વર્ષીદાનનું અનેરું મહત્વઃએક સાથે એક જ પરિવારના 3 અને તેમના જ ભાણેજ એમ 4 મુમુક્ષો દીક્ષા લઈ સંસારનો ત્યાગ કર્યો હતો. વિશ્વભરમાં અનેકવિધ ધનાઢ્ય લોકો રહે છે અને ઘણા ખરા લોકો વૈભવી જીવન પણ જીવે છે. ત્યારે કુદરતે આપેલી આ ભેટને ત્યજી સંયમનાં માર્ગ પર ચાલવું અત્યંત કઠિન હોય છે. તેવામાં હવે ભુજ ખાતે આ 4 મુમુક્ષો પોતાનું વૈભવી જીવન અને ધનાઢ્ય જીવન છોડી સંયમનાં પંથ પર આગળ વધી રહ્યા છે. તેમ જ તેમની કરોડોના ટર્નઓવર ધરાવતો ધંધો, બેન્ક બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝીટ, સોના-ચાંદી, મકાન-મિલકત તમામ સંપત્તિનું વર્ષીદાન કરી રહ્યા છે. જૈન ધર્મમાં વર્ષીદાનનું અનેરું મહત્વ છે.
રામવાવ પરિવારમાં અત્યાર સુધી 19 જેટલી દીક્ષા થઈઃઉલ્લેખનીય છે કે, આ અગાઉ રામવાવ પરિવારમાં અત્યાર સુધી 19 જેટલી દીક્ષા થઈ છે. વર્તમાનમાં ચાર દિક્ષાર્થી પૈકી ત્રણ મહેતા પરિવાર રામવાવના છે. આ સમાજના ઈતિહાસમાં આ પૂર્વે જૈનોના 2,600 વર્ષના ઈતિહાસમાં એકસાથે આઠ સગી બહેને દીક્ષા લીધી હતી. રેડિમેડ હોલસેલના વેપાર સાથે સકંળાયેલા પીયૂષભાઈના પત્ની પૂર્વીબેનને મહાસતીજીના સંસર્ગમાં આવી સંયમ માર્ગે પ્રયાણ કરવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ પુત્ર મેઘકુમાર અને પતિ પીયૂષભાઈ તેમ જ ભાણેજ ક્રિશે ધર્મનું વાતાવરણ હોતાં સહજભાવે દીક્ષા અંગીકાર કરવાનો નિર્ધાર કરી લીધો હતો.
55થી વધુ સાધુ-સાધ્વી ભગવંતો ઉગ્ર વિહાર કરી ભુજ આવ્યાઃસમાજના મંત્રી ભદ્રેશ દોશીએ જૈન સમાજમાં દીક્ષા અંગીકાર કર્યા બાદ કઠોર તપશ્ચર્યા કરવી પડતી હોય છે તેવું જણાવ્યું હતું. આ દીક્ષા પ્રસંગે કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, સુરત અને મુંબઈથી 55થી વધુ સાધુ-સાધ્વી ભગવંતો ઉગ્ર વિહાર કરી ભુજ આવ્યા છે. તો સંદીપભાઈ દોશીએ કહ્યું હતું કે, અસાર સંસારનો ત્યાગ કરી પોતાના જામેલા વ્યવસાયને એક જ ક્ષણમાં છોડી દીક્ષા પ્રદાન કરવી એ એક વિરલ ઘટના છે.
આ પણ વાંચોઃભવ્ય જીવનનો ત્યાગ કરી માતાની અનુમતિ વગર ક્રિયા ચાલી સંયમના માર્ગે
બ્રહ્મચર્યના માર્ગે જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપના બળે આત્મકલ્યાણઃઆજે (9 ફેબ્રુઆરી)એ 4 લોકો આ સંસારનો ત્યાગ કરીને, મોહ માયાના બંધનોથી છૂટી ભગવાન મહાવીર સ્વામીએ ચીંધેલા સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યના માર્ગે તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપના બળે આત્મકલ્યાણ સાધ્યું હતું. સંઘના મોવડી પરમ પૂજ્ય પળાજી મહાસતીજી અને પ્રવર્તીની પરમ પૂજ્ય અનિલાજી મહાસતીજી આદિ થાણા 50 નથા પૂજ્ય ગુરુદેવ ધૈર્ય મુનિ, પૂજ્ય ભવ્યમુની આદિ થાણા 5 હાલે ભુજમાં સવારથી સાંજ સુધી જૈન ધર્મના મૂળભૂત તત્વોની ખૂબ જ મીઠી મધુરી વાણીમાં પ્રભાવના કરી રહ્યા છે. સમગ્ર કચ્છમાં જૈન ધર્મનો પવિત્ર માહોલ બની ગયો છે.