કચ્છઃ ભુજમાં આજે દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રી (Bhuj Mahashivaratri 2022)નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. હર હર મહાદેવના(Mahashivratri 2022 )નાદથી આજે ભુજ ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રામાં 35 ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું. હજારોની સંખ્યામાં ભાવિકોનાચતા ગાતા યાત્રામાં જોડાયા હતા.
સાધુ સંતોના હસ્તે શોભાયાત્રા પ્રસ્થાન
કોરોના કાળના 2 વર્ષને બાદ કરતાં આ વર્ષે દર વર્ષની જેમ આ વખતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શહેરમાં મહાશિવરાત્રી(Maha shivaratri)નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં(Mahashivaratri procession)આવી હતી. ભુજના પારેશ્વર ચોક( Pareshwar Chowk of Bhuj)ખાતેથી સાધુ સંતોના હસ્તે શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. શોભાયાત્રાના(shivaratri)માર્ગ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.