ગુજરાત

gujarat

By

Published : Mar 23, 2022, 2:13 PM IST

ETV Bharat / state

Bhuj mahant tapasya: ભુજના સંતે કાલભૈરવને પ્રસન્ન કરવા પોતાના શરીર પર સાંકળ બાંધી

ભુજમાં કાલભૈરવના મંદિરમાં (Temple of Bhuj Kalbhairav)સંતે પોતાના હાથપગમાં સાંકળ બાંધી તપ કરવાનું નક્કી કર્યું છે. 3.25 કિલોગ્રામ વજન ધરાવતી સાંકળ આ સંત આજીવન ( Bhuj mahant tapasya)પહેરશે.તેમની ઈચ્છા છે કે કાલભૈરવ તેમના પર પ્રસન્ન થાય જેથી તેમના ભક્તો અને અન્ય લોકોને સુખ પ્રાપ્ત થાય અને મનોકામનાઓ પૂર્ણ થાય.

Bhuj mahant tapasya: ભુજના સંતે માનવ કલ્યાણના સંકલ્પ સાથે કાલભૈરવને પ્રસન્ન કરવા પોતાના શરીર પર સાંકળ બાંધી
Bhuj mahant tapasya: ભુજના સંતે માનવ કલ્યાણના સંકલ્પ સાથે કાલભૈરવને પ્રસન્ન કરવા પોતાના શરીર પર સાંકળ બાંધી

કચ્છઃ સાચો સંત નિઃસ્વાર્થ વલણ જાળવીને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ થાય તથા માનવ કલ્યાણ થાય તે માટે પોતાના શરીરનું ત્યાગ કરે છે. આવા જ એક સંત જેમને પોતાના શરીરને કષ્ટ આપી માનવ કલ્યાણ અર્થેતપ શરૂ (chain of saints in Bhuj is penance)કર્યું છે અને સંકલ્પ લીધો છે. ભુજના કેમ્પ એરિયા વિસ્તારમાં સાંઈ બાબા મંદિરના સંત દિનેશગીરીજી દ્વારા શરીર પર સાંકળ બાંધી કાલભૈરવને પ્રસન્ન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

ભુજમાં સંતની તપસ્યા

સંત આજીવન આ અવસ્થામાં જ પોતાનું જીવન નિર્વાહ કરશે -ભુજના કેમ્પ એરિયા વિસ્તારમાં કાલભૈરવ મંદિરની સ્થાપના કરનાર સંત દિનેશગીરીજી છેલ્લા બે મહિનાથી હાથ પગમાં લોખંડની 3.25 કિલોની વજન ધરાવતી સાંકળ બાંધી કાલભૈરવને પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરાંત એમના આ સંકલ્પ મુજબ વિશ્વમાં માનવીઓનું કલ્યાણ થાય તે માટે સંત આજીવન આ અવસ્થામાં જ પોતાનું જીવન નિર્વાહ કરશે.

ભગવાન કાલભૈરવને જાગૃત કરવા માટે લીધો સંકલ્પ -સંત દિનેશગીરીજીએ( Saint Dineshgiriji)આ અંગે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા અનેક વર્ષોથી પોતાના શરીરનું ત્યાગ કરીને માનવ કલ્યાણ માટે આરાધના કરવા માટે સંકલ્પ લેવું હતું ત્યારે બે મહિના અગાઉ તેમણે પોતાના શરીર પર સાંકળ બાંધી આ સંકલ્પ ધારણ કર્યો હતો. ભગવાન કાલભૈરવને જાગૃત કરવા માટે તેમણે આ સંકલ્પ લીધો છે.

આ પણ વાંચોઃઅમદાવાદના 63 બાળકોએ કર્યું ઉપધાન તપ, 47 દિવસ મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટીથી રહેશે દૂર

તેમના ભકતજનોની કાલભૈરવ તમામ મનોકામના પૂર્ણ કરશે તેવી તેમની ઇચ્છા -તેમણે 70 વર્ષની ઉંમર સુધી ભારતમાં અનેક જંગલ, પર્વતો અને પવિત્ર સ્થળોએ ભગવાન કાલભૈરવને પામવા માટે ભ્રમણ કર્યું પણ તેમને કાલભૈરવના દર્શન કોઈ પણ સ્થળે થયા નહીં. ત્યારે હવે તેમને સમજાયું કે ભગવાન આવી રીતે નહીં મળે અને ભગવાનને પામવા માટે શરીરને ત્યાગવું જરૂરી છે. શરીરને એક તપસ્યાના રૂપમાં ત્યાગીને ભગવાન કાલભૈરવને પ્રસન્ન કરશે અને તેમના ભકતજનોની કાલભૈરવ તમામ મનોકામના પૂર્ણ કરશે તેવી તેમની ઇચ્છા છે.

વિશ્વમાં અનેક રીતે અશાંતિ છે -સાંઈ મંદિરની દેખરેખ રાખતા મનજીભાઈ ભીલે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજે વિશ્વમાં અનેક રીતે અશાંતિ ફેલાયેલી છે ઉપરથી કોરોનાએ પણ માનવીના જીવનમાં અનેક મુશ્કેલીઓ ઊભી કરી છે ત્યારે સાધુ સંતો તપસ્યા કરે તો તેમના ભક્તો અને સમાજનું કલ્યાણ થાય. આવા જ ઉદ્દેશ્ય સાથે આ સંત દિનેશગીરીજીએ પોતાના શરીર પર આજીવન 3.25 કિલોની સાંકળ બાંધીને કાલભૈરવને જાગૃત કરવા માટેનો સંકલ્પ લીધો છે ઉપરાંત આ સંતની સમાધિ પણ સાંકળ સાથે જ અહીંના કાલભૈરવના મંદિરની બાજુમાં આપવામાં આવશે.
આ પણ વાંચોઃPatan mahant tapasya: વિશ્વના કલ્યાણ માટે પાટણના કણી ગામે મહંતની એક પગે આકરી તપસ્યા

ABOUT THE AUTHOR

...view details