ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં ‘આપણી સરહદો ઓળખો’ પ્રવાસ કાર્યક્રમ યોજાયો - news in gajarat

કચ્છઃ જિલ્લામં દરિયો-ડુંગર અને રણને માણવા સાથે કચ્છની અદભૂત ઐતિહાસિક વિરાસત જાણવી એ યુવાનો માટેનું જીવનભરનું ભાથું બની રહે તે માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા ‘આપણી સરહદો ઓળખો’ પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 21 જિલ્લામાંથી યુવા ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો.

ભુજમાં ‘આપણી સરહદો ઓળખો’ પ્રવાસ કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહ યોજાયો

By

Published : Nov 2, 2019, 1:31 PM IST

ભુજના સહયોગ હોલ ખાતે ‘આપણી સરહદો ઓળખો’ પ્રવાસ કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહને સંબોધતાં રાજયપ્રધાન વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને દેશ અને દુનિયાના નકશા ઉપર મૂક્યું છે. ધોરડો સ્થિત સફેદ રણ, માંડવીનો બીચ, જેસલ-તોરલની સમાધિ જેવા વિવિધતા સભર સ્થળો કચ્છની આગવી ઓળખ બન્યાં છે. કચ્છની સરહદો ઓળખવા આવેલા યુવાનોને કચ્છીયતનો અનોખો પરિચય પ્રાપ્ત થશે.

કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઇ ચાવડા
ઉપરાંત કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છના પ્રવાસન, ઉદ્યોગ, કૃષિ ક્ષેત્રે સાધેલી પ્રગતિ અને સરહદે બી.એસ.એફના જવાનોની મૂલાકાત, સફેદ રણમાં સમગ્ર વિશ્વમાંથી આવતાં પ્રવાસીઓ થકી લાખો લોકોને મળતી રોજગારી, આ બધી જાણકારી સાથે કચ્છની કલા-સંસ્કૃતિનો પરિચય યુવાનોને જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.
21 જિલ્લામાંથી આવેલા યુવા ભાઇ-બહેનો
ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, કચ્છ એ વિશાળ પ્રદેશ છે. અહીં ઐતિહાસિક, ધાર્મિક, પૌરાણિક સ્થળો આવેલા છે. ધર્મશાળા બોર્ડર, કાળો ડુંગરનો કુદરતી નઝારો, મહાકાય ઈન્ડસ્ટ્રીઝ આ બધુ જોવા-જાણવા એક અઠવાડિયું પણ ઓછું પડે તેવી વૈવિધ્યતા કચ્છ ધરાવે છે. તેમ જણાવી તેમણે યુવાઓને પ્રવાસની શુભકામના પાઠવી હતી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લાના યુવા વિકાસ અધિકારી મોહસીનખાન પઠાણે શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર, સ્વામિ વિવેકાનંદ મંડળના સંયોજકો, રામભાઇ ગઢવી, નિર્મલભાઈ સેંઘાણી, મામલતદાર સુમરા, દેવાંશીબેન ગઢવી, નરશીભાઈ ગાગલ, રાજેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details