ગુજરાત

gujarat

ભુજમાં CAA સામે વિરોધ રેલી કલેક્ટરને પાઠવ્યું આવેદન

By

Published : Dec 18, 2019, 11:53 PM IST

Updated : Dec 19, 2019, 11:34 AM IST

કચ્છઃ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બીલ સામે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભુજમાં કચ્છ ભરના હજારો મુસ્લિમોએ એકત્ર થઈ એકસૂરે CAAને કાળો કાયદો ગણાવી શાંતિપૂર્ણ ઢબે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજાઆ આયોજન કરાયું હતું. વિરોધ રેલીમાં કચ્છના ખૂણે ખૂણેથી મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. રેલી અગાઉ ભુજના હમીરસર છતરડીવાળા તળાવમાં આગેવાનોએ કાયદાના વિરોધમાં અંગે લોકોને સંબોધન કર્યુ હતું.

bhuj
bhuj

સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રાએ આ કાયદાને બંધારણની જોગવાઈઓથી વિપરીત ગણાવી લઘુમતી તરીકે કરાયેલી મુસ્લિમોની બાદબાકીનો વિરોધ કર્યો હતો. વિરોધ કાર્યક્રમમાં મુસ્લિમ આગેવાનો જુમાં રાયમાં આદમભાઈ ચાકી અમીરઅલી લોઢીયા ઈકબાલ મધરા તકીશા બાવા તેમજ દલિત અધિકાર મંચ ભીમ આર્મી સહિતના અન્ય સંગઠનો સમાજે પણ સમર્થન જાહેર કર્યુ હતું.

ભૂજમાં વિરોધ

રેલીના અનુસંધાન પોલીસે સર્વત્ર લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો જોકે વિરોધ કાર્યક્રમ શાંતિમય રીતે સંપન્ન થયો હતો.આ રેલી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સ્વામિનારાયણ મંદિર રોડ પર થઇને કલેકટર કચેરીએ પહોંચી હતી.

Last Updated : Dec 19, 2019, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details