- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધીને 3 કૃષિ કાયદા પાછા ખેંચ્યા
- વડાપ્રધાનના આ નિર્ણયથી ભુજમાં ખેડૂત અગ્રણીઓએ આપી પ્રતિક્રિયા
- કાયદો રદ્દ થવાથી કિસાનોને ખુશ થવાની જરૂર નથી: ભારતીય કિસાન સંઘ પ્રમુખ
કચ્છ: ત્રણ નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત (repeal farm law) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM modi) રાષ્ટ્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, તેમણે ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તથા ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. ભુજમાં પણ ખેડૂતોએ (Bhuj farmer leaders) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસમાર રોડથી લઈ પાર્કિંગ મુદ્દે મનપા કમિશનરે હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ
MSPને પ્રાધાન્ય આપીને કાયદો બનવવામાં આવે તો જ ખેડૂતોને ફાયદો: શિવજી બરાડિયા
ભુજમાં ભારતીય કિસાન સંઘ (Indian Farmers Union) કચ્છ જિલ્લાનાના પ્રમુખ શિવજી બરાડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ત્રણ કાયદા (repeal farm law) જે બહાર આવ્યા હતા તેના કરતાં જે વટહુકમથી કાયદો બહાર પાડ્યો હતો તેમાં અમારી પણ માંગણી હતી કે, MSPથી નીચે કોઈ માલ બજારમાં વહેંચાવો ન જોઈએ તથા લાયસન્સ વગરની વાત પણ આ કાયદામાં કરવામાં આવી હતી. વડાપ્રધાને બધાને સાથે રાખીને નિર્ણય લીધો છે. હાલમાં ગુજરાત રાજ્યમાં તો શેષ નથી ઉઘરાવવામાં આવતી પરંતુ ગામડાંના ખેડૂતોને APMCમાં માલ વેચવા માટે શેષ લેવામાં આવે છે. APMCમાં પણ કોઈ સુવિધા કરવામાં નથી આવી. કાયદો તો વર્ષોથી ખોટો જ હતો અને આ કાયદા પાછા ખેંચવાથી ખેડૂતોનું ભલું નથી થવાનું પરંતુ આ કાયદાઓમાં સુધારો કરીને MSPને પ્રાધાન્ય આપીને કાયદો બનવવામાં આવે તો જ ખેડૂતોને ફાયદો થશે માત્ર કાયદો રદ્દ થવાથી ખેડૂતોને ખુશ થવાની જરૂર નથી.