ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં સિવિલ સર્જનની અચાનક જ મોરબી બદલી કરી દેવાઈ - મુખ્ય જિલ્લા તબીબી અધિકારી

ભુજમાં સિવિલ સર્જનની કચેરીની બહાર રેમડેસીવીર ઈન્જેક્શન માટે રોજ લાંબી કતાર લાગે છે. સિવિલ સર્જન સહિતના અધિકારીઓ અને વહિવટીતંત્ર સામે લોકો રોષે ભરાયા હતા ત્યારે સોમવારે સાંજે સિવિલ સર્જન ડો. કશ્યપ બુચની મોરબી બદલી કરી દેવામાં આવી છે.

ભુજમાં સિવિલ સર્જનની અચાનક જ મોરબી બદલી કરી દેવાઈ
ભુજમાં સિવિલ સર્જનની અચાનક જ મોરબી બદલી કરી દેવાઈ

By

Published : Apr 20, 2021, 10:44 AM IST

  • સિવિલ સર્જન ડૉ. કશ્યપ બુચની મોરબી બદલી કરી દેવાઈ
  • રેમડેસીવીર ઈન્જેક્શન માટે રોજ લાંબી કતારો લાગે છે
  • સિવિલ સર્જન સહિતના અધિકારીઓ અને વહિવટી તંત્ર સામે લોકોમાં હતો રોષ

કચ્છઃ જિલ્લામાં પણ રેમડેસીવીર ઈન્જેક્શન માટે હોસ્પિટલની બહાર લાંબી કતાર જોવા મળે છે. તેવામાં હવે સોમવારે સાંજે સિવિલ સર્જન ડો. કશ્યપ બુચની અચાનક જ મોરબી બદલી કરી દેવામાં આવી છે. આ સિવિલ સર્જનની કચેરીની બહાર રેમડેસીવીર માટે લાંબી કતાર જોવા મળતી હતી, જેના કારણે સિવિલ સર્જન સહિતના અધિકારીઓ અને વહિવટી તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળતો હતો.

આ પણ વાંચોઃરાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ હવેથી રેમડેસીવીર ઈન્જેક્શન માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નહીં

મુન્દ્રા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. કશ્યપ બુચની જગ્યા લેશે

સિવિલ સર્જન ડો. કશ્યપ બુચની બદલી થઈ જતા હવે મુન્દ્રા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. એસ. કે. દામાણી તેમની જગ્યા લેશે. સિવિલ સર્જનને CDMOના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આરોગ્ય કમિશનર કચેરી દ્વારા ડો. કશ્યપ બુચને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી (CDMO) સહિત સિવિલ સર્જનના વધારાના ચાર્જમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ હવે ચાર્જ મુન્દ્રા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. એસ. કે. દામાણી ચાર્જ સંભાળશે.

આ પણ વાંચોઃપાલનપુર શહેરમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળાબજારી

આરોગ્ય કમિશનરે સિવિલ સર્જનને મોરબીની જનરલ હોસ્પિટલમાં કોવિડ-19ની કામગીરી માટે ફરજ બજાવવા માટે આદેશ કર્યો

ડો. કશ્યપ બુચને પાલારા જેલમાં ફિઝિશિયન વર્ગ-1 તરીકે નિયમિત રીતે ફરજમાં મુકવામાં આવ્યા હતા. જોકે, આરોગ્ય કમિશનરે તેમને પાલારા જેલમાં હાજર થયા તારીખથી 60 દિવસ માટે મોરબીની જનરલ હોસ્પિટલમાં કોવિડ-19ની કામગીરી માટે પ્રતિનિયુક્તિથી ફરજ બજાવવા માટે આદેશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details