ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ કાર્નિવલના આયોજનમાં લાખોના રોકડ ઈનામ મુખ્ય આકર્ષણ

કચ્છના પાટનગર ભુજમાં ચાલી રહેલી પ્રજાસત્તાક દિન 2020ની ઉજવણીમાં શનિવારે સાંજે ભુજ કાર્નિવલ આયોજન છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, નગર પાલિકા આયોજીત આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય અને નગરપાલિકાના તંત્ર કામે લાગ્યું છે.

ભુજ કાર્નિવલના આયોજનમાં લાખોના રોકડ ઈનામ મુખ્ય આકર્ષણ
ભુજ કાર્નિવલના આયોજનમાં લાખોના રોકડ ઈનામ મુખ્ય આકર્ષણ

By

Published : Jan 25, 2020, 2:51 AM IST

ભુજઃ શહેરની હમીરસર તળાવના કિનારે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ પાસેથી આ કાર્નિવલ શરૂ થશે અને ખેંગાર બાગ તરફ પૂર્ણ થશે ભૂત વાસીઓ જેની વર્ષોની રાહ જોતા હતા તે કાર્નિવલ ઉત્સવનું આયોજન વર્ષો બાદ કરાયું છે, તેથી મોટી સંખ્યામાં ભુજ વાસીઓ ઉમટી પડે તેવા અનુમાનો પગલે સુરક્ષા અને સુવિધા તમામ બાબતોનું ધ્યાન રખાય રહ્યું છે. ખાસ કરીને બેસવાની સગવડ અને વધુમાં વધુ લોકો કાર્નિવલમાં જોડાય તે માટે નગરપાલિકા પ્રયાસો કરી રહી છે.

ભુજ કાર્નિવલના આયોજનમાં લાખોના રોકડ ઈનામ મુખ્ય આકર્ષણ

કારોબારી ચેરમેન ભરત રાણા જણાવ્યા પ્રમાણે વિવિધ કૃતિઓ રજુ થશે સાંસ્કૃતિક સાથે પરંપરાને પણ જોડવામાં આવી છે, ખાસ કરીને આ કાર્નિવલમાં ભોજમાં નીકળતી રાજાશાહી સમયના ભુજીયા ડુંગર પર બિરાજમાન ભુજંગ દેવની પૂજા માટે નીકળતી નાગ પંચમીનીની ઝાખી દર્શાવાશે. જે આજની પેઢીને ઇતિહાસથી વાકેફ કરશે. આ ઉપરાંત અન્ય ઝાંખીઓ કૃતિઓ પણ મહત્વપૂર્ણ છે. આયોજક સંસ્થાએ લોકોને જોડાવા અને ભાગ લેવા માટે આકર્ષક ઇનામો પણ રાખ્યા છે, તેમાં ભાગ લેનારા તેમને એક લાખથી કરીને નિહાળવા આવનાર નાગરિકો માટે ઇનામી ડ્રો માં 500 રૂપિયા સુધીની રકમ રાખવામાં આવી છે.

છેલ્લે વર્ષ 2012માં ભુજમાં કચ્છમાં કાર્નિવલનું આયોજન થયું હતું, આ સમયે તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્નિવલનું આયોજન હવે નગરપાલિકા સંભાળી લે તેવું સૂચન કર્યું હતું. જેને પગલે પ્રથમ વખત નગરપાલિકા આ આયોજન કરી રહી છે, પાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે આ આયોજનમાં તમામના સહયોગથી સફળતા મળશે, એ બાબત સાબિત થશે કે દર વર્ષ ઉત્સવ પ્રિય ભુજ વાસીઓ માટે ભુજ કાર્નિવલના આયોજનની પ્રેરણા મળશે.

ABOUT THE AUTHOR

...view details