ભુજઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ડિઝાસ્ટર સંદર્ભે બે જુદા-જુદા સાધનો ફાળવ્યા છે. તેમાં 50 લાખની કિંમતનું લાઈફ ડિટેકશન મશીન છે. જે કાટમાળમાં દબાયેલી વ્યક્તિને તેના ધબકારા પરથી શોધી શકે છે.
ભુજ એરપોર્ટને લાઈફ ડિટેક્શન મશીન સહિતના સાધનોથી સજ્જ કરાયું - કુદરતી આફતો
કચ્છ જિલ્લામાં સમય અંતરે કુદરતી આફતો આવતી રહેતી હોય છે. કચ્છ જિલ્લો ભૂકંપ ઝોન પાંચમા સ્થાને આવતું હોવાથી હજુ પણ વિનાશકારી ભૂકંપ આવવાની શક્યતા નકારી શકાય નહીં. આપત્તિઓ સમયે માનવ જીંદગીઓ બચાવી શકાય તે માટે એરપોર્ટ અને લાઈફ ડિટેકશન મશીન victim લોકેટ સહિતના સાધનોથી સજ્જ કરવામાં આવ્યું છે.
![ભુજ એરપોર્ટને લાઈફ ડિટેક્શન મશીન સહિતના સાધનોથી સજ્જ કરાયું કોરોના વાયરસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6447503-thumbnail-3x2-jkj.jpg)
કચ્છ જિલ્લામાં આ પ્રકારનું પ્રથમ મશીન હોવાથી આપત્તિના સમયે જે એજન્સીને આ મશીનની જરૂર હશે તેને ફાળવવામાં આવશે. 1.75 લાખની કિંમતનો victim લોકેટ મશીન પણ ફાળવવામાં આવ્યું છે. જેમાં 16 એલીડી છે જે 16 મીટરની રેન્જ ધરાવે છે.
આ મશીનની મદદથી કાટમાળ નીચે કોઈ વ્યક્તિ પાસે મોબાઇલ છે કે કેમ તે જાણી શકાશે. આ ઉપરાંત જેકેટ તબુ સહિતના અન્ય ઉપયોગી સાધનો પણ ફાળવાયા છે. કચ્છ સરહદી વિસ્તાર હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે એરપોર્ટ સજ્જ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ભુજ એરપોર્ટ અને બોમ્બ ડિસ્પોઝલની કીટ આપવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લા કોઈ દુર્ઘટના અને કુદરતી આપત્તિ સમયે આ સાધનો ખૂબ જ ઉપયોગી સાબિત થશે.