ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhartiya Kisan Sangh Bhuj: ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓને લઇ યોજાયા પ્રતીક ધરણા, આપી આંદોલનની ચીમકી - ભુજમાં નર્મદા નદીનું સિંચાઈનું પાણી

AG વીજ મીટરમાંથી ફિક્સ HPમાં ફેરવવા, યુરિયા ખાતર તાત્કાલિક અસરથી મળે (urea fertilizer demand in kutch) તથા નર્મદાના કામોમાં ગતિ લાવી વધારાના પાણી (narmada water in kutch)ની વહીવટી મંજૂરી ઝડપથી મળે તેવી માંગોને લઇને ભારતીય કિસાન સંઘ ભુજ (Bhartiya Kisan Sangh Bhuj) દ્વારા પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા.

Bhartiya Kisan Sangh Bhuj: ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓને લઇ યોજાયા પ્રતીક ધરણા, આપી આંદોલનની ચીમકી
Bhartiya Kisan Sangh Bhuj: ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓને લઇ યોજાયા પ્રતીક ધરણા, આપી આંદોલનની ચીમકી

By

Published : Jan 3, 2022, 4:25 PM IST

કચ્છ: ભુજ તાલુકાના ભારતીય કિસાન સંઘ (Bhartiya Kisan Sangh Bhuj) દ્વારા આજે સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી AG વીજ મીટરમાંથી ફિક્સ HPમાં ફેરવવા, યુરિયા ખાતર (urea fertilizer demand in kutch) તાત્કાલિક અસરથી મળે તથા નર્મદાના કામોમાં ગતિ (narmada water in kutch) લાવી વધારાના પાણીની વહીવટી મંજૂરી ઝડપથી મળે જેવી વિવિધ માંગણીઓને લઇને પ્રતીક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સાથે જ જો તેમની સમસ્યાનો તાત્કાલિક યોગ્ય નિર્ણય નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન (Protest by farmers in bhuj) કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

એક દિવસના પ્રતીક ધરણા

. આ ધરણામાં તાલુકાભરમાંથી ખેડૂતો ઉમટ્યા હતા અને બજેટ પહેલા વહીવટી મંજૂરીની માંગ કરવામાં આવી છે.

ભુજ તાલુકાના ખેડૂતો દ્વારા જુદા જુદા સ્તરે અનેકવાર તેમની સમસ્યાઓ (Agriculture problems in bhuj) અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ યોગ્ય ઉકેલ ન આવતા આજે ભુજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજની મામલતદાર કચેરી (Mamlatdar office Bhuj)ની પાછળ એક દિવસના પ્રતીક ધરણા રાખવામાં આવ્યા હતા. આ ધરણામાં તાલુકાભરમાંથીખેડૂતોઉમટ્યા હતા અને બજેટ પહેલા વહીવટી મંજૂરીની માંગ કરવામાં આવી છે. ધરણામાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા.

બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પાણીની સમસ્યા

ભુજ તાલુકાને નર્મદાના સિંચાઈના પાણી (irrigation water of narmada river in bhuj) તાત્કાલિક મળે તે માટે વહીવટી મંજૂરી આપવામાં આવે તેવી માંગ.

ભુજ તાલુકાને નર્મદાના સિંચાઈના પાણી (irrigation water of narmada river in bhuj) તાત્કાલિક મળે તે માટે વહીવટી મંજૂરી આપવામાં આવે તેવી માંગ પણ થઈ હતી. આ અગાઉ વધારાના એક મિલીયન એકર ફીટ પાણીના કામો માટે સિદ્ધાંતિક મંજૂરી તો આપવામાં આવી છે, પરંતુ હવે વહીવટી મંજૂરી આપવામાં આવે તો ઝડપથી કચ્છ જિલ્લામાં અનેક તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચતા થાય અને બોર્ડર વિસ્તારના જે ગામો છે, ત્યાં પાણીની સમસ્યાના કારણે જ ત્યાંના લોકો સ્થળાંતર કરી રહ્યા છે માટે જો તાત્કાલિક પાણી આપવામાં આવે તો બોર્ડર વિસ્તારના ગામોમાં પણ વસ્તી રહી શકે.

મીટર પ્રથા મરજિયાત કરવાની માંગ

મીટર પ્રથા મરજિયાત કરવામાં આવે જેનાથી સરકાર અને ખેડૂતોને ફાયદો થશે.

આ પણ વાંચો:Camel Breeders Kutch: કચ્છ જિલ્લામાં ઉંટડીના દૂધને માર્કેટ મળતાં ઊંટ પાલકો તથા ઊંટોની સંખ્યામાં થયો વધારો

આ ઉપરાંત ભુજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ (Geographical situation of Bhuj taluka)ને કારણે ખેડૂતોને 500થી 700 ફૂટ ઊંચાઈએથી પાણી ખેંચવું પડે છે, જેના માટે વધારે હોર્સ પાવરની મોટર બેસાડવી પડે છે અને આ સંજોગોમાં જે મીટર પ્રથા છે તે ખેડૂતોને પરવડે તેમ નથી. મીટર બળી જવાથી ખેડૂતોના પાક પણ સુકાઈ જાય છે માટે મીટર પ્રથા મરજિયાત કરવામાં આવે જેનાથી સરકાર અને ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતો દ્વારા જમીન ફળદ્રૂપ બનાવવા માટે નદીઓ કે તળાવમાંથી માટી ઉપાડવામાં આવે છે, ત્યારે સ્થાનિક પોલીસ તેમજ ખનીજ ખાતા દ્વારા ખેડૂતોના વાહન ડિટેઇન કરીને મોટા દંડ વસૂલવામાં આવે છે. ખેડૂતોને આવી કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ કરી હતી.

સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલન

ધોરણે યુરિયા ખાતર ખેડૂતોને પરવડે તેવા ભાવથી આપવામાં આવે.

હાલમાં ભુજ તાલુકામાં જ્યાં રવી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં નાઇટ્રોજનની ખાસી એવી જરૂરિયાત હોય છે. છેલ્લા એકાદ મહિનાથી એકપણ તાલુકામાં યુરિયા ખાતર મળી રહ્યું નથી. સમગ્ર તાલુકામાં તાત્કાલિક ધોરણે યુરિયા ખાતર ખેડૂતોને પરવડે તેવા ભાવથી આપવામાં આવે તેવી સરકાર દ્વારા કોઇ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી અને જો ખેડૂતોની આ તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો 11મી જાન્યુઆરીથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું કિસાન અગ્રણીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:Sardar Post CRPF : 1965ની એ રાત્રે પાકિસ્તાની સૈન્યએ ખાવડા બોર્ડર પર હુમલો કર્યો ત્યારે શું બનેલું? જાણો વીર શહીદોના સ્મારકની વાત

ABOUT THE AUTHOR

...view details