ગુજરાત

gujarat

By

Published : May 22, 2020, 9:00 PM IST

ETV Bharat / state

ભચાઉની મોડેલ શાકમાર્કેટના મુખ્યપ્રધાનેે વખાણ કર્યા

કચ્છમાં કોરોના વાઇરસ કોવિડ-19ના સંક્રમણને અટકાવવા સલામતી અને સાવચેતીના પગલાં ભરવાના ભાગરૂપે મુખ્યપ્રધાને વીડિયોથી અવલોકન કરી જાણકારી મેળવી હતી.

ભચાઉની મોડેલ શાકમાર્કેટના મુખ્યપ્રધાનેે વખાણ કર્યા
ભચાઉની મોડેલ શાકમાર્કેટના મુખ્યપ્રધાનેે વખાણ કર્યા

કચ્છઃ કોરોના વાઇરસ કોવિડ-19ના સંક્રમણને અટકાવવા સલામતી અને સાવચેતીના પગલાં ભરવાના ભાગરૂપે ભચાઉ નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ ઝોનમાં જુદી-જુદી જગ્યાએ સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સીંગવાળા) મોર્ડન શાકમાર્કેટ ઉભા કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણઈએ શાકમાર્કેટ ખાતે વીડિયો સંવાદ કર્યો હતો.

ભચાઉની મોડેલ શાકમાર્કેટના મુખ્યપ્રધાનેે વખાણ કર્યા
રાજયપ્રધાન વાસણભાઈ આહીર સાસંદ વિનોદ ચાવડા સહિતના, અગ્રણીઓ અને જનતા સાથે કોરોના વાઇરસ કોવિડ-19 હેઠળ મુખ્યપ્રધાને વીડિયોથી વિહંગા અવલોકન કરી જાણકારી મેળવી હતી. મુખ્યપ્રધાને જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણના અટકાયતી પગલાં માટે સૌને ધન્યવાદ આપ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, ભચાઉના માર્કેટમાં સામાજિક અંતર માટે ગુજરાતને ભચાઉ નવી રાહ ચીધે છે. દરેક વ્યકિતએ સરકારી નિયમોનું પાલન કરી કોરોનાને હરાવવાનો છે.

રોજીંદી પ્રવૃતિ સાથે કોરોના વચ્ચે જીવવાની આદત પાડી સૌએ કોરોનાનો જંગ જીતવાનો છે. દરેક જન પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારમાં કોરોનાની ગાઇડલાઇન કરી નવી વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે.

દરેક શાકમાર્કેટ ભચાઉની મોર્ડન શાકમાર્કેટ પ્રમાણે વ્યવસ્થા કરે કચ્છ એની વ્યવસ્થામાં નવી દિશા આપે તો જ આ સમયમાં સમય સાથે ચાલી શકીશું તેમ જણાવ્યું હતું

મુખ્યપ્રધાનને શાકમાર્કેટના સોશિયલ ડિસ્ટન્સ સહિતની માહિતી આપવા સાથે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયપ્રૅધાન વાસણભાઇ આહિરે જિલ્લામાં કોરોના વાઇરસની સ્થિતિ અંગે માહિતગાર કરવા સાથે કચ્છ ભરમાં સામાજિક અંતરે માર્કેટ બનાવાશે.

તેમ જણાવ્યુ હતું ઉપરાંત કચ્છમાં સવારે 7થી સાંજના સાત દુકાનો ખુલી રાખવા રજૂઆત કરીને નાની નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં એકી બેકી સંખ્યામાં દુકાનોમાં પણ આ નિયમ લાગુ કરવા રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details