કચ્છના ભચાઉ તાલુકામાં વર્ષ 2018માં વીમા કંપની દ્વારા ખેડૂતોને પુરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી. વીમા કંપની દ્વારા ખેડૂતોને 70 ટકાને બદલે માત્ર 40 ટકા જેટલો પાક વીમો ચુકવવામાં આવ્યો છે. સાથે જ ચાલુ વર્ષે પણ અતિવૃષ્ટિ કારણે ખેડૂતોને નુકસાન થયું છે.
ભચાઉ: ખેડૂતોએ વિવિધ મુદ્દે ધરણાં સાથે રજૂઆત કરી - Heavy Rainfall
ભચાઉ: ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે કચ્છના ભચાઉ તાલુકાના ખેડુતોને ઘણું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં વીમા કંપની દ્વારા તેમને યોગ્ય પાક વીમો નહીં ચુકવાતા વિવિધ માગણીઓ સાથે ખેડૂતોએ રેલી યોજી તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ખેડૂતોએ વિવિધ મુદ્દે ધરણાં સાથે રજૂઆત કરી
સરકાર અને વીમા કંપની દ્વારા ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માગણી સાથે ખેડૂતોએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્ર આપવા છતાં જો આગામી દિવસોમાં ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો, ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.