ગુજરાત

gujarat

ETV Bharat / state

BAPS મંદિર દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલને 22 મેટ્રીક ટન ઓક્સિજન સિલિન્ડર અર્પણ કરાયું - local news of Kutch

કોરોનાકાળમાં મદદ માટે સામાજિક સંસ્થાઓ, કોર્પોરેટ વિભાગોની સાથે ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. ત્યારે ભુજ BAPS મંદિર દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલને 22 મેટ્રીક ટન ઓક્સિજન સિલિન્ડર સેવા માટે અર્પણ કરવામાં આવ્યું હતું.

kutch
kutch

By

Published : Jun 6, 2021, 11:24 AM IST

  • BAPS મંદિર દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલને 22 મેટ્રીક ટન ઓક્સિજન સિલિન્ડર અર્પણ કરાયું
  • આ ઓક્સિજન ટેન્કરથી 2500 સિલિન્ડર ભરી શકાશે
  • હોસ્પિટલ દ્વારા મંદિર પ્રશાસનનો આ સેવા બદલ આભાર મનાયો હતો

કચ્છ: પ્રમુખ સ્વામી મહારાજના આશિર્વાદ અને ગુરૂ હરી મહંત સ્વામીની પ્રેરણાથી અબુધાબીમાં BAPSનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. કોરોનાની સ્થિતિમાં યુએઈથી BAPS સંસ્થા દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઓક્સિજનના સિલિન્ડર આપવામાં આવ્યા છે. અત્યાર સુધી જામનગર, મોરબી, પાટણ, પાલનપુર સહિતના વિસ્તારોમાં સેવા માટે પ્રાણવાયુના સિલિન્ડર અપાયા છે.

આ પણ વાંચો: ઓક્સિજન લિક્વિડ ટેન્કર રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ, BAPS દુબઈથી આવ્યું ટેન્કર

BAPS મંદિર દ્વારા 22 મેટ્રીક ટન ઓક્સિજન ભરેલું સિલિન્ડર જી.કે. જનરલ હોસ્પિટલને અપાયું

સરકારની સૂચના પ્રમાણે ભુજમાં પણ મંદિર દ્વારા હોસ્પિટલોને ઓક્સિજનના સિલિન્ડર, કોન્સન્ટેટર સહિતના સાધનો અપાયા છે. ત્યારે આજે BAPS મંદિર દ્વારા 22 મેટ્રીક ટન ઓક્સિજન ભરેલું સિલિન્ડર જી.કે. જનરલ હોસ્પિટલને અપાયું હતું. તો ભુજ નગરપાલિકાના અધ્યક્ષ ઘનશ્યામ ઠક્કરે ભુજ વાસીઓ વતી સંસ્થાનો આભાર માનતા કહ્યું કે, ભૂકંપ સમય પણ સંસ્થાએ કચ્છને ઘણી મદદ કરી છે અને હવે આ કોરોનાની મહામારીમાં પણ આ સંસ્થા દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.

BAPS મંદિર દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલને 22 મેટ્રીક ટન ઓક્સિજન સિલિન્ડર અર્પણ કરાયું

આ ઓકસિજન ટેન્કરથી 2500 સિલિન્ડર ભરી શકાશે

BAPS દ્વારા આપવામાં આવેલ આ 22 મેટ્રિક ટન ઓક્સિજનના ટેન્કર થકી 2500 જેટલા સિલિન્ડર ભરી શકાશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ભુજના ધારાસભ્ય ડૉ.નિમાબેન આચાર્ય, હોસ્પિટલના ડો. ભાદરકા, ભાવેશ પટેલ સહિતના હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: BAPS સંસ્થાએ અરવલ્લીની હોસ્પિટલ્સમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન આપ્યાં

ABOUT THE AUTHOR

...view details