ગુજરાત

gujarat

ETV Bharat / state

Bandhani of Kutch: જાણો દેશમાં જ નહીં પરંતુ પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય એવી કચ્છની બાંધણી વિશે... - બંધાણીની કલા

બંધાણીની કલા એક ખૂબ કુશળતા માંગતી પ્રક્રિયા છે. દેશમાં જ નહીં પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય (Bandhani of Kutch)બની છે કચ્છની બાંધણી અને તેના ઉપરની તમામ ડિઝાઈન રંગોની મેળવણી વગેરે કચ્છનું જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. આ કળા લગભગ 200 વર્ષોથી વધુ સમયથી કચ્છમાં પ્રચલિત છે. આજે આપણે જાણીશું કે આ બાંધણી કેવી રીતે બને છે.

Bandhani of Kutch: જાણો દેશમાં જ નહીં પરંતુ પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય એવી કચ્છની બાંધણી વિશે...
Bandhani of Kutch: જાણો દેશમાં જ નહીં પરંતુ પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય એવી કચ્છની બાંધણી વિશે...

By

Published : May 28, 2022, 4:31 PM IST

કચ્છઃદેશમાં જ નહીં પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય બની છે કચ્છની બાંધણી (Bandhani of Kutch)અને તેના ઉપરની તમામ ડિઝાઈન રંગોની મેળવણી વગેરે કચ્છનું જ નહીં સમગ્ર ગુજરાતનું(Types of Bandhani)ગૌરવ છે. કચ્છી માડુઓની આ એક આગવી કળા છે. આ કળા લગભગ 200 વર્ષોથી વધુ સમયથી કચ્છમાં પ્રચલિત છે. આજે આપણે જાણીશું કે આ બાંધણી કેવી રીતે બને છે.

કચ્છની બાંધણી

કચ્છી જ્યાં જ્યાં વસ્યા બાંધણીનો પ્રચાર તથા પ્રસાર થયો -કચ્છી લોકો કચ્છ છોડીને જ્યાં જ્યાં વસ્યા ત્યાં ત્યાં બાંધણીનો પ્રચાર તથા પ્રસાર થવા લાગ્યો. કચ્છમાં બનતી કે કચ્છી બાંધણીની(Bandhani of famous Kutch)કિંમત 300 રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા સુધીની હોય છે. કચ્છી બાંધણીમાં સાડી, ડ્રેસ મટીરિયલ્સ, ચણિયાચોળી, કૂર્તી જેવી અનેક વેરાયટી હોય છે. કચ્છમાં બાંધણીની કારીગરી સાથે કચ્છના લગભગ 600 કુટુંબ સંકળાયેલા છે. સામાન્ય રીતે બાંધણીમાં ભાતીગળ રંગનો જ ઉપયોગ કરવામાં આવતો હતો.

કચ્છની બાંધણી

ટાઇ અને ડાઇ ક્રાફ્ટને ”બાંધણી” તરીકે ઓળખવામાં આવે છે -કચ્છમાં, ટાઇ અને ડાઇ ક્રાફ્ટને ”બાંધણી”તરીકે ઓળખવામાં આવે છે. બાંધણીનો ઇતીહાસ 12મી સદીના બંધનીનીમાં છે. ખત્રી સમુદાયના સભ્યો સિંધથી સ્થળાંતર થયા પછી કચ્છમાં આવ્યા હતા. 18 મી સદીમાં અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બાંધણી બંધનના નિકાસ સાથે બાંધણીની ટાઇ અને ડાય, સ્થાનિક આવકના મુખ્ય સ્રોત બન્યો હતો. સ્થાનિક બ્લોક પ્રિન્ટર્સની જેમ, બાંધણી કારીગરો સ્થાનિક, કુદરતી સંસાધન જેવા કે મદદાર અને દાડમનો ઉપયોગ તેમના કપડાને ચમકતી શ્રેણીમાં રંગવા માટે કરે છે. કાપડના એક ભાગની આસપાસ એક દોરાને ચુસ્તપણે બાંધી દેવાની તકનીક, તેનું ડાઇંગ કરવું, અને પછી ગોળાકાર પ્રતિકારક ઢબને જાહેર કરવા માટે દોરાને દૂર કરવું એ બાંધણી માટે અગાઉની જેમ આજે પણ ઉપયોગ થાય છે.

કચ્છની બાંધણી

બંધાણીની કલા એક ખૂબ કુશળતા માંગતી પ્રક્રિયા -બંધાણીની કલા એક ખૂબ કુશળતા માંગતી પ્રક્રિયા છે. સૌપ્રથમ એક ડીઝાઈન તૈયાર કરવામાં આવે છે ત્યાર બાદ એ ડીઝાઈન પર સ્ટેન્સિલ રાખીને તેમાં કાણા કરવામાં આવે છે ત્યાર બાદ કાપડ પર સ્ટેન્સિલ રાખીને રંગનો પોતું ફેરવવામાં આવે છે. ત્યાર બાદ તેની તકનીકમાં કાપડને ઘણે સ્થળે દોરા વડે સજ્જડ બાંધી સજ્જડ રીતે રંગમાં બોળવામાં આવે છે. તેમાં ચંદ્રકલા, બાવન બાગ, શિકારી વિગેરે જેવી ભાત પ્રચલિત છે. નક્કી કરેલી ભાત અનુસાર દોરા વડી કાપડ બાંધનીનું કામ કરવામાં આવે છે. આ પ્રકારના કાપડમાં મૂળ રીતે વપરાતા રંગો પીળો, લાલ, વાદળી, લીલો અને કાળો છે.

કચ્છની બાંધણી

આ પણ વાંચોઃઅમદાવાદમાં ટેક્સ્ટાઈલ હેરિટેજ જાળવી રાખવા ઉમંગ હઠીસીંગે નવો સ્ટોર લોન્ચ કર્યો

બાંધણી માટે કચ્છ, જામનગર, જયપુર પ્રખ્યાત -બાંધણીમાં વપરાતા મુખ્ય રંગો કુદરતી હોય છે. બંધાણી એક ટાઇ અને ડાઇ (બાંધી અને રંગવાની) પ્રક્રિયા હોવાથી, રંગકામ હાથ દ્વારા કરવામાં આવે છે અને તેથી બંધાણીઓમાં શ્રેષ્ઠ રંગો અને સંયોજનો શક્ય છે. બાંધણી સાડી લગભગ 6 મીટર, સાડા 5 મીટર, 5 મીટર, સાડા 4 મીટર કે 4 મીટરની હોય છે. જેની કિંમત કાપડની વિવિધતાને આભારી છે. બાંધણીનો વધુ ઉપયોગ દિવાળી કે નવરાત્રીના નવલા દિવસોમાં વધુ જોવા મળે છે. જોકે પરદેશી એનઆરઆઈમાં બાંધણી ખૂબ લોકપ્રિય છે. બાંધણી માટે કચ્છ, જામનગર, જયપુર પ્રખ્યાત છે. જોકે કચ્છી બાંધણી ખૂબ લોકપ્રિય છે.

બાંધણીમાં મોટે ભાગે મોર, હાથી, સાથિયો, ફળ જેવી ભાત -કચ્છનું સ્ક્રીન પ્રિન્ટિંગ, ભુજનું બાંધણીકામ, મુંદ્રાનું બાટિક તથા માંડવીનું ડાઈંગકામ જગમશહૂર છે. એક સર્વે અનુસાર હાલ કચ્છમાં બાંધણીકામ સાથે લગભગ 70,000 કારીગર સંકળાયેલા છે બાંધણીમાં મોટાભાગે પીળો, નારંગી, લાલ કે લીલો રંગ વપરાય છે. ઊન અર્થાત ગરમ કપડાની બાંધણી માટે ડાર્ક રંગ વધુ વપરાય છે. બાંધણી પર લાલરંગનાં ટપકાં બાંધવામાં આવે છે. જેને ભીંડી કહેવાય છે. ભીંડીને ઝાંખી પાડવા કે તેનો કલર દૂર કરવા માટે સોડા તથા સોડિયમ હાઈડ્રોસલ્ફાઈટ વપરાય છે. ભીંડી જેટલી નાની તેટલો ભાવ તે બાંધણીનો ઊંચો સાડીઓ તથા શાળામાં પણ લગભગ 200થી માડીને 1000 જેટલી ભીંડી જોવા મળે છે તો બાંધણીમાં મોટે ભાગે મોર, હાથી, સાથિયો, ફળ જેવી ભાત બનાવાય છે.

બાંધણીની કિંમત 10,000 રૂપિયાથી લઇ 1 લાખ સુધીની -ગ્રાહકોને બાંધણીની ખરાઈ બતાવવા વેપારી બાંધણી ખેંચીને બતાવે છે જેથી ભીંડી પાડવા બાંધેલા દોરા ખરી પડે છે. ગ્રાહકની પસંદ અનુસાર કપડાં ઉપર બાંધણીની પ્રિન્ટ છાપવા મોટા વેપારીઓ તે મુજબનું કાપડ મોકલે છે. જેથી જે તે કારીગર તેમાં જે તે ભાત પાડી આપે છે. ભીંડી પાડવામાં કુશળતા જરૂરી છે. દરરોજ 8 કલાક જેટલું કામ કરવાથી લગભગ રેશમી કાપડ પર 700, તો સુતરાઉ કાપડ પર લગભગ 1000 જેટલી ભીંડી પડી શકે છે. અહીંના કારીગરો ત્રણ મહિના સુધી પસીનો રેડી પોતાના હાથે જે સાડી બનાવે છે, જે આજની તારીખમાં 10,000 રૂપિયાથી લઇ એક લાખ સુધીની કિંમતમાં ભારતના જાણીતા મેટ્રો સિટીના લોકો ખરીદે છે.બાંધણીની શ્રેષ્ઠ જાતોમાં આંબાડાળ, રાસમંડળ, શિકારી, ચાંદ્રોખણી ખૂબ વખણાય છે. આમ ભારત સહિત સમગ્ર વિશ્વમાં બાંધણી ખૂબ લોકપ્રિય થતી જાય છે.

બાંધણીની મુખ્ય ઉત્પાદક તરીકે ખત્રી સમુદાય -બાંધણી લાંબા સમયથી કચ્છી સમુદાયો માટે સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ છે. બાંધણીનું સૌથી પ્રસિદ્ધ પ્રકાર ઘરચોળા છે, જે ગુજરાતી, હિન્દુ અને જૈન વધુઓની પરંપરાગત લગ્ન માટેની ઓધણી છે. મુસ્લિમ વધુઓ દ્વારા ચંદ્રોખણી પહેરવામાં આવે છે.આજે, ગુજરાતમાં બાંધણીની મુખ્ય ઉત્પાદક તરીકે ખત્રી સમુદાય, જેમણે પેઢીઓથી ચાલેતી આ હસ્તકલાની નિપુણતા જાળવી રાખી છે. કચ્છમાં ખત્રી સામાન્ય રીતે હિન્દુ અથવા મુસ્લિમ હોય છે. બાંધણીમાં દર્શાવતી જટિલ ડિઝાઇનની ભારે માંગ હોય છે. બાંધણી દૈનિક પોશાક તરીકે અને શુભ પ્રસંગો, જેમ કે જન્મ, લગ્ન અને દેવી મંદિર તીર્થ વિગેરી માટે પહેરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય ગ્રાહકોની માંગ -આધુનિક અને વધુ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોની માંગને લઇને ખત્રીઓ બાંધણીના નવા સંસ્કરણો બનાવે છે. તેઓ ઉત્પાદનોની સંપૂર્ણ નવી શ્રેણી બનાવવા માટે કાપડ પર દરેક ડોટના આકાર, અને પ્લેસમેન્ટ સાથે પ્રયોગ કરે છે. તેમની પેટર્ન એક નવીન ભાવના સાથે નવા સ્વરૂપ બનાવતા, શોધખોળ કરવા માટે કલાત્મક ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચોઃજામનગરની પ્રખ્યાત બાંધણીની દેશ વિદેશમાં જબરી માગ, શું છે ખાસિયત બાંધણીની આવો જાણીએ

પરિવારોની મહિલાઓ ઘરે રહી કામ કરે -બંધાણીનો વ્યવસાયએ એક પારિવારિક વ્યવસાય હોય છે, અને આ પરિવારોની મહિલાઓ ઘરે રહી કામ કરે છે. પેથાપુર, માંડવી, ભુજ, અંજાર, જેતપુર, જામનગર, રાજકોટ, એ ગુજરાતના કેટલાક મુખ્ય શહેરો છે, જ્યાં બાંધણી વ્યવાસાય થાય છે. ગુજરાતનું ભુજ શહેર લાલ બંધાણી માટે જાણીતું છે. આ શહેરમાં બંધાણીની રંગ પ્રક્રિયા મોટા પ્રમાણમાં હાથ ધરવામાં આવે છે, કારણ કે આ વિસ્તારનું પાણી ખાસ કરીને લાલ અને મરુનને એક ખાસ તેજ આપવા માટે જાણીતા છે.

દેશના મોટા શહેરો અને વિદેશમાં બાંધણીની માંગ -હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ, બેંગલોર અને ચેન્નાઇ જેવાં શહેરોમાં તદુપરાંત વિદેશમાં પણ આ બાંધણીની સાડીની માંગ રહેતી હોય છે અને આ બાંધણી સીધી ભુજથી ત્યાં મોકલાવામાં આવે છે. ગ્રાહકો આ સાડીઓથી મોહાઇ આ કચ્છીકલા માટે લાખેણી કિંમત ચૂકવવા મજબૂર થઇ જાય છે.

ABOUT THE AUTHOR

...view details