ગુજરાત

gujarat

ETV Bharat / state

Bal Parayan: દ્વિશતાબ્દી મહોત્સવમાં બાળકો માટે યોજાશે વિશેષ બાળ પારાયણ

નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં 15 વર્ષથી નાની વયના બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા અને મૂલ્યો કેળવવા માટે વિવિધ પ્રવૃત્તિઓની સાથે ખાસ ઘનશ્યામ બાળ પારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 8 દિવસ સુધી દરરોજ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે તો બાળકો કથા સંબંધિત પ્રવૃત્તિ અને રમતો પણ રમશે.

દ્વિશતાબ્દી મહોત્સવમાં બાળકો માટે યોજાશે વિશેષ બાળ પારાયણ
દ્વિશતાબ્દી મહોત્સવમાં બાળકો માટે યોજાશે વિશેષ બાળ પારાયણ

By

Published : Apr 18, 2023, 1:19 PM IST

દ્વિશતાબ્દી મહોત્સવમાં બાળકો માટે યોજાશે વિશેષ બાળ પારાયણ

કચ્છ/ભુજ:સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકોને બાળપણથી જ જ્ઞાનનું સિંચન કરવામાં આવે છે. આજથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ દ્વિશતાબ્દી મહોત્સવમાં અનેક પ્રકલ્પો સાથે અનેક પ્રદર્શનો ઊભા કરવામાં આવ્યા છે. દ્વિશતાબ્દી મહોત્સવનો લાભ 30 લાખથી વધારે હરિભક્તો હાજર રહેશે. જેમાં 25,000 જેટલા એન.આર.આઇ. હરિભક્તો ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં બાળકો પણ લાભ લઈ શકે. તે માટે એક વિશેષ ઘનશ્યામ બાલપારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશેષ આયોજન:બાળકો માટે વિશેષ આયોજનદ્વિશતાબ્દી મહોત્સવમાં બાળ પારાયણમાં આઠ દિવસો સુધી 15થી નાની વયના બાળકોને રોજ વિવિધ વિષયોના જ્ઞાન અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ કરાવી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે પ્રકારે એક બાળ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. 222 એકરમાં ફેલાયેલા બદ્રિકાશ્રમ ધામમાં હરિભક્તો અને મુલાકાતીઓ માટે બદ્રીવન પ્રદર્શની ઉપરાંત ખેડૂતો અને માલધારીઓ માટે ગૌ મહિમા દર્શન, તો યુવાનો માટે પણ મંત્ર દર્શન પ્રદર્શનીમાં સફળતા પ્રદર્શની ઊભી કરવામાં આવી છે. તો આ મહોત્સવમાં બાળકો માટે પણ આ બાળ પારાયણ તરીકે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Kutch Forest Appeal : વિશાળ જમીન પર પથરાયેલા રક્ષક વનમાં ગંદકી ન કરવા કચ્છ વનવિભાગની અપીલ

કથાનું આયોજન:આઠ દિવસ સુધી બાળકો જુદાં જુદાં વિષયો પર કથા સાંભળશેશાસ્ત્રીય સ્વામી ડૉ. અક્ષરમુની દાસજીએ જણાવ્યું હતું કે,"દ્વિશતાબ્દી મહોત્સવમાં પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટા લોકો કથા સાંભળી શકે છે. પરંતુ પોતાના માતા પિતા સાથે કથા સંભાળવા આવતા બાળકોને મોટેરાઓની કથા સમજવી મુશ્કેલ હોય છે. માટે બાળકો માટે આ એક વિશેષ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પહેલી વખત 15 વર્ષથી નાની વયના બાળકો માટે મહોત્સવ સ્થળ પર ખાસ બાલપારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થનારા દ્વિશતાબ્દી મહોત્સવની સાથે આ બાલ પારાયણમાં આઠ દિવસ સુધી બાળકો ભગવત દર્શન, વિદ્યા દર્શન, સંત દર્શન, પ્રકૃતિ દર્શન, સ્વ દર્શન, સંસ્કૃતિ દર્શન વગેરે વિષયો પર કથા સાંભળશે તો સાથે જ જે તે કથા સંબંધિત પ્રવૃત્તિ અને રમતો પણ રમશે.

આ પણ વાંચો Kutch News : ત્રીજી પેઢીએ સ્વાદપ્રિય, આનંદ લહેરીના નેચરલ આઈસ્ક્રીમ ખાઈને લોકો પોતાની લહેરમાં

વિદેશથી બાળકો ભાગ લેશે:બાળ પારાયણમાંઆ બાળ પારાયણમાં લંગાટા, પૂર્વ આફ્રિકા, કિરયાન્ગા, સમાજ, સાકીમાઉ, થીકા, કેરુગોયા, મેરુ, નકુરુ, ક્સિમુ, એલ્ડોરેટ, મોમ્બાસા, ટોરો, કંપાલા, ટાન્ઝાનીયા,વિલ્સન, હેરો, સ્ટેનોર, વૂલવિચ, ઓલ્ઝામ, બોલ્ટન, કાર્ડિફ, ઇસ્ટલંડન, સીડની પર્થ મેલબોર્ન-એડલેડ ન્યુઝીલેન્ડ તેમજ ભારતના જુદાં જુદાં વિસ્તારોના અને સમગ્ર કચ્છના સ્વામિનારાયણ સંપ્રદાયના બાળકો ભાગ લેશે.આ આયોજનમાં બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા સાથે તેમનામાં સત્સંગ ઉતરે તે માટે સચિત્ર કથા, રમતો તેમજ પૌષ્ટિક આહારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 3000થી પણ વધારે બાળકો આ પારાયણનો લાભ લેશે. તેવું સ્વામી ડૉ. અક્ષરમુની દાસજીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details