ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના સુવઇ ગામમાં રસીકરણ અંગે જાગૃતતા લાવવામાં આવી - Corona's guide line

કચ્છના સુવઇ ગામમાં રસીકરણ બાબતે ગામવાસીઓને જાગૃત કરવામાં આવ્યા છે. ગામમાં 1400 લોકોએ રસી લઈ લીધી છે. ગામના લોકો કોરોના અંગે ખુબ જ જાગૃત છે અને ગામવાસીઓ દ્વારા તમામ કોરોના લાઈડલાઈનનું પાલન કરવામાં પણ આવે છે.

xxx
કચ્છના સુવઇ ગામમાં રસીકરણ અંગે જાગૃતતા લાવવામાં આવી

By

Published : Jun 12, 2021, 6:41 PM IST

  • 2300 જેટલી વસ્તી ધરાવતું સુવઇ ગામમાં રસીકરણ અંગે જાગૃતતા લાવવામાં આવી
  • 45 વર્ષથી વધુ ઉંમરના 88% લોકોએ રસીકરણનો લાભ લીધો
  • સુવઇ ગામમાં ધીમે ધીમે રસીકરણની પ્રક્રિયાને મળી રહ્યો છે વેગ


કચ્છ : જિલ્લાના રાપર તાલુકામાં આવેલ સુવઈ ગામને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા દતક લેવામાં આવ્યું છે.અહીં ત્રણ 2300 જેટલી વસ્તી છે અને સુવઇ ગામ તમામ રીતે સમૃદ્ધ છે. સુવઇ ગામના ગ્રામજનો પણ ખૂબ જાગૃત છે ખાસ કરીને કોરોના કાળમાં ગ્રામજનોએ કોવિડ ગાઈડલાઈન (Corona's guide line)નું સંપૂર્ણ પાલન કર્યું હતું પરંતુ અમુક વર્ગના લોકો દ્વારા હજુ પણ રસીકરણનો લાભ લેવામાં આવી રહ્યો નથી.

સુવઇ ગામના PHC હેઠળ 16 ગામોનો સમાવેશ

સુવઇ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમદા કામગીરીના કારણે લોકો માટે ખૂબ મદદરૂપ ઉભુ થયુ છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ રાપર તાલુકાના જુદાં જુદાં 16 ગામો તથા 9 નાના નાના વિસ્તારોનો સમાવેશ થાય છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજુ પણ કોરોના પુરો નથી થયો માત્ર કેસ ઘટ્યા છે ત્યારે લોકોને રસી મુકાવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને 28 દિવસ પછી વેક્સિનનો બીજો ડોઝ અપાયો

1400 જેટલા લોકોને રસી આપવામાં આવી

સુવઇ ગામના PHC સેન્ટર પર અત્યાર સુધી 1400 જેટલા લોકોને રસી આપવામાં આવી છે. PHCના કર્મચારીઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે તથા સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા લોક જાગૃતિ ના કર્યો કરવામાં આવી રહ્યા છે.

રસીકરણ બાબતે અફવા

આ ઉપરાંત રસીકરણ જ્યારે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે સોશિયલ મીડિયામાં જે રસી અંગેની અફવાઓ ફેલાવવામાં આવી હતી તેના કારણે અમુક અશિક્ષિત વર્ગના લોકો દ્વારા રસીકરણનો લાભ લેવામાં નથી આવી રહ્યો. આ ઉપરાંત અમુક જાતિના લોકો દ્વારા રસીકરણ કરાવવામાં આવી રહ્યું નથી જે માટે આગેવાનો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : અરવલ્લી જિલ્લામાં 15 સેન્ટરો પર કોરોનાની રસી આપવામાં આવી રહી છે

88% લોકોએ રસીકરણનો લાભ લીધો

ગામમાં 45 વર્ષથી વધુ ઉંમરના 415 જેટલા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે અને જેમાંથી 280 જેટલા લોકોએ બીજો ડોઝ લીધો છે. આમ ગામમાં રહેતા 45 વર્ષથી વધુ વયના 88% લોકોએ રસી લીધી છે. ગામમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, ગામના સરપંચ અન્ય આગેવાનો તથા PHC ના કર્મચારીઓ દ્વારા લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details