કચ્છ: વરસાદના પાણીની આવક, જળસંચયની શક્યતા અને ગામના વાર્ષિક પાણી વપરાશને ધ્યાને રાખી કચ્છના (water conservation works in Kutch)દરેક ગામમાં હંમેશ માટે પાણીની અછત દૂર કરવાના પ્રયત્નો માટે આરંભ કરાયેલ ગ્લોબલ કચ્છના "જળ જીંદાબાદ અભિયાન" દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આજરોજ કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગપ્રધાન પુરુષોત્તમ રૂપાલાના (Fisheries and Dairy Industry Minister Purushottam Rupala)હસ્તે બ્રહ્માકુમારી દ્વારા કચ્છના 300 ગામોમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનનો (Atmanirbhar Kisan Abhiyan ) પ્રારંભ કરાવાયો.
કચ્છમાં જળસંચયના કામોને લોકભાગીદારીથી વેગ આપવાનો પ્રયત્ન થશે - કેન્દ્રીયપ્રધાને આ તકે વન્ય પેદાશોના વાવેતર અને વેચાણ માટે 'રણ થી વન' હેઠળ કચ્છ એગ્રો ફોરેસ્ટરી ફાર્મર્સ પ્રોડયુસર કંપની લિ. નો પણ (Kutch Agro Forestry Farmers Producer Company )પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ પ્રધાન પરશોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે લોકભાગીદારીથી (water conservation works in Kutch)વિકાસ યાત્રાને ગતિ આપવાના ચળવળકાર મયંક ગાંધીના સફળ પ્રયોગ બાદ હવે કચ્છમાં જળસંચયના કામોને લોકભાગીદારીથી વેગ આપવાનો પ્રયત્ન થશે.
વિશ્વની ઓર્ગોનિક ફૂડની માંગને પુરી કરવા ભારત- કચ્છના કિસાનો સક્ષમ- અધ્યક્ષીય પ્રવચનમાં કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ જણાવ્યું હતું કે, દેશમાં વિકાસની અનુકૂળતા ઊભી થઈ છે. પ્રાકૃતિક ખેતી- ઓર્ગેનિક ફૂડની (Natural farming in Kutch) વિશ્વની જરૂરિયાત અને માંગને પૂરી કરવાની તાકાત ભારતના ખેડુતોમાં અને કચ્છીઓમાં છે સમગ્ર દેશ અને રાજયમાં હાઇએસ્ટ ઇરિગેશન કચ્છ કરે છે. કચ્છીઓનો પોતાનો મિજાજ, જિંદાદિલી, ધીરજ, લક્ષ્યથી કામ કરવાની ધગશ છે. જેને અનુકૂળ અત્યારનું વાતાવરણ છે. વડાપ્રધાન હવે તમામ યોજના સો ટકા લાગુ કરવાના આશયથી પ્રારંભ કરાવી રહ્યાં છે જેમાં સરકાર સાથે જનતા જોડાઈ રહી છે. ત્યારે લોકભાગીદારીથી સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસને તમારા જેવા સૌ સાર્થક કરી પ્રજાવિકાસના કામોને વેગ આપશે.