ભૂજનવરાત્રિના નવલાં (navratri festival) નોરતા ચાલુ છે. ત્યારે માઈભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે. સાથે જ માતા આશાપુરાને (Ashapura Temple Bhuj) પ્રસન્ન કરવા માટે ભક્તો જુદી જુદી રીતે પૂજા અર્ચના કરતા હોય છે. બીજી તરફ માઈભક્તો દેશના ખૂણેખૂણેથી કચ્છના કુળદેવી એવા આશાપુરા માતાના દર્શન કરવા માટે પદયાત્રા (padayatra devotees) પણ કરતા હોય છે. ત્યારે કેટલાક લોકો જે માતાના મઢ (mata no madh kutch) ચાલીને ન જઈ શકતા હોય તે ભુજમાં આવેલા માં આશાપુરાના મંદિરે સવાર-સાંજ દર્શન કરવા માટે પોતાના ઘરેથી પગે ચાલીને જતાં હોય છે.
ભક્તો કરતા હોય છે લાંબો પ્રવાસ વર્ષોથી માઈભક્તો પદયાત્રા કરીને દેશ દેવી આશાપુરા માતાજીના દર્શન (Ashapura Temple Bhuj) કરવા લાંબો પ્રવાસ કરતાં હોય છે. 50 કિલોમીટર થી લઈને 400 કિલોમીટર જેટલી પદયાત્રા (padayatra devotees) માઈભક્તો કરતા હોય છે. આ ઉપરાંત મુંબઈથી સાયકલ યાત્રા કરીને પણ માઈભક્તો માતાના દર્શન કરવા આવતા હોય છે. દેશના અન્ય રાજ્યોમાંથી લોકો બસ, ટ્રેન કે ખાનગી વાહનોમાં પ્રવાસ કરી કચ્છ જિલ્લાના પાટનગર ભુજ આવતા હોય છે. અહીં ભુજમાં આવેલ આશાપુરા માતાના મંદિરે માથું ટેકવીને માતાના મઢ ખાતે દર્શન કરવા માટે પદયાત્રા કરતા હોય છે.
પગે ચાલીને માતાજીના દર્શન કરી ભક્તો કરે છે આરાધના પગે ચાલીને માતાજીના દર્શન કરી ભક્તો કરે છે આરાધના નવરાત્રિના (navratri festival) નવ દિવસ દરમિયાન ભક્તો પગે ચાલીને દર્શનાર્થે આવે છે, પરંતુ દરેક માઈભક્તો ભુજથી 100 કિલોમીટરની દૂરી પગે કાપી શકતા નથી. ત્યારે નગરજનો પોતાના ઘરેથી ચાલીને ભુજના માતા આશાપુરાના (Ashapura Temple Bhuj) દર્શનાર્થે આવતા હોય છે. પોતાના ઘરેથી 5, 10 અને 15 કિલોમીટર જેટલું અંતર કાપીને પગે દર્શન કરવા વર્ષોથી અહીં આવે છે. આ આશાપુરા માતાનું મંદિર 474 વર્ષો જૂનું (bhuj gujarat) છે. કેટલાક માઈભક્તો દરરોજ તો, કેટલાક ભક્તો દર મંગળવારે તથા નવરાત્રિના (navratri festival) 9 દિવસો દરમિયાન પગે ચાલીને માતાની આરાધના કરતા હોય છે.
474 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરાઈ હતીઆ મંદિર ભુજ શહેરની સ્થાપના સાથે (bhuj gujarat) સંકળાયેલું છે, જે કચ્છના રાજા ખેંગારજી પહેલાએ 474 વર્ષ પહેલાં ભુજની ખીલી ખોદી અને ભુજ શહેર રચાયું ત્યારે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મૂળ માતાના મઢ (mata no madh kutch ) મંદિરમાં જે સ્થાપત્ય છે અને માતાજીની સ્થાપના થયેલી છે, ત્યાં દર ચંદ્રના મહારાવ માતાના મઢ જતા હતા, પરંતુ ત્યાં સુધી ન જઈ શકે એવા લોકોને ધ્યાનમાં લઇને આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
મંદિરમાં 2 મૂર્તિઓ પૂજવામાં આવે છેહાલ આ ભવ્ય મંદિરમાં આશાપુરા માતાજીની (Ashapura Temple Bhuj) 2 મૂર્તિઓ બિરાજમાન છે, જેની એક ઐતિહાસિક ઘટના છે. કચ્છના રાઓશ્રી રાયધણજી બીજા (વિ.સં 1835-1870)એ મુસ્લિમ ધર્મના પ્રભાવમાં આવતા ભુજ આશાપુરા મંદિરને (Ashapura Temple Bhuj) ખંડિત કરવાનું વિચાર્યું હતું. આ મનસુબાની જાણ પૂજારીને થતા તેઓ સ્થાપિત મૂર્તિ લઇ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા. તેમ જ આ મનસુબાની જાણ કચ્છના જાડેજા ભાયાતોને અને અંજારના દિવાન લોહાણા મેઘજી શેઠને થતા, તેઓ પોતાના લશ્કર સાથે ભુજ આવી રાઓશ્રી રાયધણજીને કેદ કર્યો હતો. કચ્છની પ્રજાએ બળવો કરતા “બારાભાયા" રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ આશાપુરા મંદિરમાં માતાજીની (Ashapura Temple Bhuj) નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતી હતી. તેની જાણ પૂજારીને થતા તેઓ મૂર્તિ લઈ આવતા તે મૂર્તિ પણ કરી મૂળ જગ્યાએ સ્થાપી તેની પણ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.આમ આશાપુરા માતાજીની બે મૂર્તિઓ પુજવામાં આવે છે.
નવનિર્મીત મંદિરના શિખર પર ત્રણ સોનામઢેલ સુવર્ણ કળશઆ મંદિર કચ્છ રાજ પરિવાર હસ્તક હતું. મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાએ શ્રી આશાપુરા મંદિર વિકાસ સમિતિને જિર્ણોધ્ધાર કરવા અનુમતિ આપતા અને શ્રી પુષ્પદાન એસ ગઢવી (પૂર્વ સાસંદ)ને નિગરાની સોંપતા, વિ.સં. 2043 તા 2-10-1987 વિજયાદશમીના રોજ કાર્યનો શુભઆરંભ કરવામાં આવ્યો હતો. સમિતિના વડપણ હેઠળ પુજારી સાચોરા બ્રાહ્મણ જનાર્દન પી. દવે તથા સારસ્વત બ્રાહ્મણ એન્જિ. રજનીકાન્ત એચ. જોષીએ સમગ્ર મંદિરના સંકુલનું જિર્ણોધ્ધાર કર્યું હતું, જેમાં સોનાચાંદી મઢયું, મયુરાસન, ચાંદીના દરવાજા, નવું ભવ્ય મંદિર, દક્ષિણ બાજુએ પથ્થરનો કલાત્મક દ્વિતીય પ્રવેશ દ્વાર, સત્સંગ હોલ, ધ્યાન ખંડ, પુજારીનું રહેણાક, પ્રસાદ રૂમ વગેરે.ઉપરાંત નવનિર્મીત મંદિરના શિખર ઉપર ત્રણ સોનામઢેલ સુવર્ણ કળશ ચઢાવ્યા હતા.
મંદિરમાં ચાર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાય છેઆ મંદિરની અંદર કુલ ચાર નવરાત્રિ મહોત્સવની (navratri festival) ઉજવણી કરવામાં આવે છે. આમાં મહા મહિનાની નવરાત્રિ, ચૈત્ર મહિનાની નવરાત્રિ, અષાઢ મહિનાની નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિનો સમાવેશ થાય છે. જેમાં ચૈત્ર મહિનાની નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિમાં ઘટસ્થાપન થાય છે. તેમજ નવરાત્રિ નિમિત્તે હવન દર્શન પણ યોજાય છે.
લોકોની મા આશાપુરા અને આ મંદિર પ્રત્યે અને શ્રદ્ધા જોડાયેલીનવરાત્રિ (navratri festival) દરમિયાન આ મંદિરે હજારોની સંખ્યામાં માઇ ભકતો માતાજીની આરાધના કરવા માટે અહીં આવે છે. દરરોજ નહીં તો અઠવાડિયે, મંગળવારે તો અચૂક માતાજીના દર્શન કરવા માટે લોકો આવે છે. જ્યારે પણ કંઈક મનમાં હોય, કોઈ તકલીફ કે મુશ્કેલી હોય તો માતા પાસે રજૂઆત કરતા હોય છે, ત્યારે માતાજી તેમની આશા ચોક્કસ પૂર્ણ કરે છે. તથા જે લોકો એ માનતા માનેલી હોય તેમની પણ આશા માં આશાપુરા પૂર્ણ કરે છે. માતા આશાપુરા અને મંદિર (Ashapura Temple Bhuj) પ્રત્યે લોકોની અનેરી શ્રદ્ધા જોડાયેલી છે.