ગુજરાત

gujarat

ETV Bharat / state

નિખિલ દોંગા કેસ : જી.કે. જનરલ હોસ્પિટલના ડ્યૂટી મેનેજરની ધરપકડ - DySP J N Panchal

જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડિકલ રેકોર્ડ ડેટામાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ નિખિલ દોંગાને હોસ્પિટલમા દાખલ કરાવવા માટે મદદગારી કરી હોવાનો આરોપ છે.

નિખિલ દોંગા કેસ : જી.કે. જનરલ હોસ્પિટલના ડ્યૂટી મેનેજરની ધરપકડ
નિખિલ દોંગા કેસ : જી.કે. જનરલ હોસ્પિટલના ડ્યૂટી મેનેજરની ધરપકડ

By

Published : Apr 7, 2021, 7:43 PM IST

  • મેડિકલ રેકોર્ડ ડેટામાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સની સંડોવણી
  • કુલ 12 શખ્સોની ધરપકડ થઈ જેમાં 9 આરોપી રિમાન્ડ પર
  • હોસ્પિટલમાં દાખલ કરાવવામાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું


    ભુજ- ગોંડલના ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી હાજર પોલીસ સ્ટાફને ચકમો આપી નાસી ગયો હતો. આ કેસમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડીકલ રેકોર્ડ ડેટામાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સની સંડોવણી સામે આવતા ધરપકડ કરવામાં આવી છે. કેસના તપાસનીશ અધિકારી ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું હતું કે આ કેસમાં રિમાન્ડ પર રહેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન જી.કે. જનરલ હોસ્પિટલના મેડીકલ રેકોર્ડ ડેટામાં મેનેજર તરીકે ઓનડ્યુટી ફરજ બજાવતા શખ્સની સંડોવણી સામે આવી હતી. આરોપી વિજયભાઈ વિઠ્ઠલભાઈ સાંઘાણીની પૂછપરછ દરમિયાન આરોપીએ નિખિલને જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવવા મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરતા તેની ધરપકડ કરવામાં આવી છે.

    કુલ 12 શખ્સોની ધરપકડ, 9 આરોપી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર

    આજે નિખિલ દોંગાને ભુજ કોર્ટમાં રિમાન્ડ માગ સાથે રજૂ કરવામાં આવ્યો હતો. નોધનીય છે કે આ કેસમાં બે પીએસઆઈ, બે પોલીસ કર્મચારી સહિત કુલ 12 શખ્સની ધરપકડ થઈ છે જેમાં 9 આરોપી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર છે.

    વધુ તપાસમાં મોટા માથાંઓ સામે પગલાં લેવાશે

    આ કેસમાં શરૂઆતથી તબીબની સંડોવણી સામે આવી રહી છે. ત્યારે જી.કે. જનરલના મેનેજર સામે પગલા લેવાયાં બાદ અન્ય મોટા માથાંઓ સામે પણ પગલાં લેવાય તેની ઘડીઓ ગણાવી શરૂ થઈ ગઈ છે.

અધિકારી-કર્મચારીને ફોડવામાં આવ્યાનું ખુલ્યું હતું

આ પ્રકરણમાં દસેક લાખ રૂપિયાનું ફંડ એકઠું કરી અધિકારી-કર્મચારીને ફોડવામાં આવ્યાનું ખુલ્યું હતું. જેમાંથી માંદગી અભિપ્રાય બનાવનાર ડોકટરને પણ 50,000રથી 1,00,000 રૂપિયા અપાયા હોવાની શંકા પોલીસને છે. જેથી ડોકટર સામે કાર્યવાહી કરવા પોલીસ તૈયાર છે, પરંતુ નિયમ મુજબ તે માટે ગૃહમંત્રાલયની મંજૂરીની જરૂર હોવાથી પોલીસે ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પાસે મંજૂરી માગી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ ભુજથી ફરાર થયેલો કુખ્યાત નિખિલ દોંગા નૈનીતાલથી ઝડપાયો

ડીવાયએસપી જે. એન. પંચાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આરોપી વિજય અને આ કેસમાં અગાઉ પકડાયેલા આકાશ વચ્ચે ગાઢ મિત્રતા હતી. નિખિલને ભગાડવા માટે આકાશે વિજયને મદદગારી કરવા જણાવ્યું હતું, જેથી વિજયે નિખિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં ભાગ ભજવ્યો હતો. આ કેસમાં જી.કે. જનરલ હોસ્પિટલના તબીબો કે સ્ટાફની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ ભુજ GK જનરલ હોસ્પિટલમાંથી ફરાર કેદી નિખિલ દોંગા નૈનિતાલથી ઝડપાયા બાદ ભુજ લવાયો

ABOUT THE AUTHOR

...view details