કચ્છઃ રાપરમાં વકીલની હત્યા કરવામાં આવી હતી. જેના મુખ્ય આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. જેથી વકીલના પરિવારે 5માં દિવસે મૃતદેહનો સ્વિકાર કર્યો હતો. વકીલના પરિવારે રાપર હોસ્પિટલમાંથી મૃતદેહ સ્વિકાર્યો હતો અને અંતિમવિધિ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જય ભીમના નારા લગાવ્યા હતા.
કચ્છ: વકીલ હત્યા કેસના તમામ આરોપીની ધરપકડ, પરિવારે 5મા દિવસે સ્વીકાર્યો મૃતદેહ - કચ્છ પોલીસ
કચ્છના રાપરમાં વકીલની હત્યા કરવામાં આવી હતી. જેના મુખ્ય આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. જેથી વકીલના પરિવારે પમાં દિવસે મૃતદેહનો સ્વિકાર કર્યો હતો. વકીલના પરિવારે રાપર હોસ્પિટલમાંથી મૃતદેહ સ્વિકાર્યો હતો અને અંતિમવિધિ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જય ભીમના નારા લગાવ્યા હતા.
રાપર સરકારી હોસ્પિટલ ખાતે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં વકીલ દેવજી મહેશ્વરીના મૃતદેહનો સ્વિકાર પરિવારે કર્યો હતો. આ સમયે રેન્જ IG જે.આર.મોથાલીયા, પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ, નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા, LCB- SOG સહિત SRP પાટણ, બનાસકાંઠા, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ તથા રાજકોટ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાપર શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ પણ શરૂ રાખવામાં આવ્યું હતું.
આ અંગે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ઉના, થાનગઠ સહિતની ઘટનાઓમાં રાજયના 50 લાખ દલિત સમુદાયને રાજય સરકારનો ખરાબ અનુભવ રહ્યો છે. જેથી સરકારીની ભૂમિકા સામે સવાલો થાય છે. જયાં સુધી પીડિત પરિવાર મૃતદેહનો સ્વિકાર કરતો નથી, ત્યાં સુધી સચોટ કામગીરીનો અભાવ જોવા મળે છે.