- અર્જુન મોઢવાડિયાએ અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર કર્યો
- અર્જુન મોઢવાડિયાએ પ્રચાર બાદ ભુજમા પત્રકારો સાથે ચર્ચા કરી
- ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના જ્વલંત વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો
કચ્છઃ જિલ્લામાં અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. શાંતિલાલ સંઘાણીના પ્રચાર માટે બુધવારે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અર્જુન મોઢવાડિયા પહોચ્યાં હતા. તેમણે પ્રચાર બાદ ભુજમાં પત્રકારો સાથે ચર્ચા કરી હતી.
કચ્છ ભાજપની ટીમ પર કટાક્ષ કર્યો
અર્જુન મોઢવાડિયાએ ગુજરાત ભાજપ પ્રમુખ સાથે તેમના શાબ્દિક યુદ્ધના મુદ્દે જણાવ્યું હતું કે, ભાજપમાં તકલીફ એ છે કે ભાવ છે તે ભાઈનું માનતા નથી, જેથી આવી તોછડી ભાષાનો ઉપયોગ કરી રહેલા ભાજપ પ્રમુખ ગુજરાતના ગૌરવને ખંડિત કરી રહ્યા છે. નલિયા કાંડનોનો ઉલ્લેખ કરતા તેમણે કચ્છ ભાજપની ટીમ પર કટાક્ષ કર્યો હતો. તેમજ તેમણે જણાવ્યું હતું કે, આ ચૂંટણી વફાદારી અને ગદ્દારી વચ્ચેની છે, શું કરવું તે ગુજરાતની જનતા જાણે છે. તેમણે ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના જ્વલંત વિજયનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
અબડાસામાં અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદ યોજી ઉલ્લેખનિય છે કે, નખત્રાણા ખાતે આવેલા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ ખરેખર ઓરીજનલ છે કે કેમ તેવો સવાલ ઉઠાવ્યો હતો, જે મુદ્દે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોઈ પાસે પણ કોંગ્રેસના સર્ટિફિકેટની જરૂર નથી. તેમણે શ્યામા પ્રસાદ મુખર્જીને ટાંકીને જણાવ્યું કે, સમગ્ર દેશ જ્યારે ગુલામીની બેડીમાંથી છુટવા માટે એકતરફ હતું, ત્યારે ભાજપના શ્યામા પ્રસાદ મુખર્જીએ બંગાળમાં સરકાર રચવામાં ભૂમિકા ભજવી હતી, એટલે કોંગ્રેસને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી.