ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં કિસાનસંઘે આપ્યું આવેદન, પ્રમુખ સામેની ફરિયાદ પરત ખેંચવા માગ - Indian Farmers Union

કચ્છ જિલ્લામાં વરસાદના કારણે થયેલા નુકસાન તથા વિવિધ બાબતોને લઇને ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજ કલેક્ટર કચેરી ખાતે ધરણા અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જોકે, કોરોના મહામારીની ગાઇડલાઇનના ભંગ બદલ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજી આહિર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ભુજમાં કિસાન સંઘ દ્વારા આપ્યું આવેદન પત્ર,  પ્રમુખ સામેની ફરિયાદ પરત ખેંચવા માગ કરી
ભુજમાં કિસાન સંઘ દ્વારા આપ્યું આવેદન પત્ર, પ્રમુખ સામેની ફરિયાદ પરત ખેંચવા માગ કરી

By

Published : Sep 8, 2020, 3:14 PM IST

કચ્છઃ કચ્છ જિલ્લામાં વરસાદના કારણે થયેલા નુકસાન તથા વિવિધ બાબતોને લઇને ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજ કલેક્ટર કચેરી ખાતે ધરણા અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જોકે, કોરોના મહામારીની ગાઇડલાઇનના ભંગ બદલ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજી આહિર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ભુજમાં કિસાન સંઘે આપ્યું આવેદનપત્ર, પ્રમુખ સામેની ફરિયાદ પરત ખેંચવા માગ કરી
વરસાદને પગલે થયેલા નુકસાનની રજૂઆત માટે પહોંચેલા ખેડૂતોની રજૂઆતને માન્ય રાખી હતી અને તંત્રએ યોગ્ય કામ કરવાની ખાતરી આપીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું. બાદમાં કોરોના મહામારીની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શિવજી આહિર સામે તંત્રએ ગુનો નોંધ્યો છે. જેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. આ સાથે ખેડૂતો દ્વારા કચ્છ જિલ્લાના તમામ તાલુકાના મામલતદાર અને ભુજ ખાતે અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાને ભારતીય કિસાન સંઘ દ્વારા આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું કે, પ્રમુખ સામે ગુનો એ સમગ્ર કચ્છના ખેડૂતો સામે ગુનો નોંધાયા સમાન છે. જેથી તંત્રને અમારી રજૂઆત છે કે, આ ફરિયાદ પરત ખેંચવામાં આવે. પોતાના હક માટે રજૂઆત કરવા આવેલા ખેડૂતોએ તમામ નિયમોનું પાલન કર્યું હતું અને કલેક્ટરને રૂબરૂ મળ્યા હતા. પરંતુ તંત્રએ કિસાન સંઘના પ્રમુખ સામે ગુનો નોંધ્યો હતો. આગામી દિવસમાં જો ફરિયાદ પરત નહીં લેવામાં આવે તો કચ્છના ખેડૂતો દ્વારા આક્રમકતાથી લડત આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details