- સવારના 8થી રાત્રિના 8 ક્લાક સુધી વેપારીઓને વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે
- રાજ્ય સરકારની બેવડી નીતિ બંધ નહીં થાય તો ધરણા કરવામાં આવશે
- રોજગારી મેળવવાનો અધિકાર છે તેવું જણાવીને વેપાર કરવાની છૂટ આપવાની માગ સાથે આવેદનપત્ર
કચ્છઃ હાલમાં રાજ્ય સરકાર દ્વારા 5મી મેથી 12મી મે માટે ફરીથી રાત્રિ કરફ્યૂ અને નિયંત્રણ અંગેનું જાહેરનામું લંબાવવામાં આવ્યું છે. જે અંતર્ગત કાપડના વેપારીઓ તથા લારી ગલ્લાવાળા વેપારી અને અન્ય વેપારીઓને દુકાન બંધ રાખવાનું જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃકોરોનામાં લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર
વેપારીઓને સવારના 8થી રાત્રિના 8 ક્લાક સુધી પોતાની રોજગારી મેળવવાનો અધિકાર છે
આ બાબતના વિરોધમાં હિન્દુસ્તાન નિર્માણ દળના સભ્યો દ્વારા તમામ વેપારીઓને સવારના 8થી રાત્રિના 8 ક્લાક સુધી પોતાની રોજગારી મેળવવાનો અધિકાર છે, તેવું જણાવીને છૂટ આપવાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.