કચ્છ: જિલ્લાના માંડવી તાલુકાના કોજાચોરા ગામે વિજયસાગર ડેમના મુખ્ય કેનાલમાંથી બ્રાન્ચ કેનાલનું (Irregularities in branch canal work of Kutch) કામ માટે સર્વે નં- 210માં 900 mm ડાયામીટરના પાઈપના કામ માટે તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી કામ મંજુર કરવામાં આવ્યા હતા. આ એક જ કામગીરી હોવા છતાં જુદા-જુદા બે પ્લાન એસ્ટીમેન્ટ બનાવવામાં આવ્યા હતા. પાર્ટ -1માં. 3,99,172/- અને પાર્ટ-2માં રૂપિયા 3,97,143 કુલ્લ રૂપિયા 7,96,316નું કામ મંજુર કરવામાં આવ્યું હતું. આ કામનું ટેન્ડર કરવું ન પડે એટલા માટે એક જ કામના બે પાર્ટ કરી દીધા હતાં. આ કામ માટેના પ્લાન એસ્ટીમેટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા બનાવવામાં આવ્યા છે, જેમાં આ કામગીરી માટે કુલ્લ 280 રનીંગ મીટર 900 mm ડાયામીટરના પાઈપ નાખવાના હતા તેમજ ચેમ્બર બનાવવાનું અને ખોદાણનું કામ કરવાનું હતું, તેવું પૂર્વ વિપક્ષી નેતા વિ.કે.હુંબલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: બીલીમોરા પાલિકામાં ભ્રષ્ટાચારની ગંધ, ટેન્ડર પ્રક્રિયા અને મંજૂરીમાં ગેરરીતિ આચર્યાની ફરિયાદ પર વિજિલન્સ તપાસ
બ્રાન્ચ કેનાલના કામમાં આચરાઈ ગેરરીતિ: વિ.કે.હુંબલ
તાલુકા પંચાયત મારફતે આ કામગીરી કોજાચોરા ગ્રામ પંચાયતને (irregularities in branch canal work) આપવામાં આવી હતી અને આ કામ પૂરું થયે સરકારી ધારાધોરણ મુજબ કામના માપ લઇ એમ.બી રેકર્ડ કરવાની જવાબદારી સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર તેમજ કાર્યપાલક ઈજનેર દ્વારા કરવામાં આવી છે. જેમાં પ્લાન એસ્ટીમેન્ટ મુજબ 900 mm ડાયામીટરના પાઈપ નખાયાનું બીલ બનાવવામાં આવ્યુ છે અને જેની એમ.બી. પણ રેકર્ડ કરવામાં આવી હશે પરંતુ તેની સામે આ કામે 750 ડાયામીટરના પાઈપ વાપરવામાં આવ્યા હતાં.
સિંચાઈ વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર માટે જવાબદાર: પૂર્વ વિપક્ષી નેતા
આ કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર હોવાનું જાણ થતા ત્યાના સ્થાનિક ખેડૂત દ્વારા TDO અને DDOને પણ જાણ કરવામાં આવી હતી અને આ કામગીરીનું ચુકવણું પુરતી તપાસ કર્યા સિવાય ન કરવાની રજૂઆત કરવામાં હતી. તેમ છતાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી આ કામનું પણ ચુકવણું કરી દેવામાં આવ્યું છે. આ કામમાં મુખ્ય જવાબદાર સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, TDO, સરપંચ અને તલાટી છે. કારણ કે તેમને જાણ હોવા છતાં કામનું ચુકવણું પણ કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ પૂર્વ વિપક્ષી નેતાએ કર્યા હતાં.
1 પાઈપ દીઠ કરાયો 2500 રૂપિયાનો ભ્રષ્ટાચાર
આ કામગીરી અંગે વિપક્ષ દ્વારા સ્થળ પર રૂબરૂ જઈને તપાસ પણ કરવામાં આવી હતી અને પાઈપનું માપ લેતા પાઈપ 750 mm ડાયામીટરના રાખવામાં આવ્યા હતા, તેવું બહાર આવ્યું હતું. જેથી એક પાઈપ દીઠ રૂપિયા 2500નો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે અને કુલ 115 પાઈપ લેખે અંદાજીત રૂપિયા 3 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર ખાલી પાઈપમાં જ કરવામાં આવ્યો છે તેવું પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલે જણાવ્યું હતું.