ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં મોરારી બાપુના સમર્થનમાં તંત્રને અપાયું આવેદનપત્ર, પગલાં લેવા કરી માગ

કથાકાર મોરારી બાપુ દ્વારા થયેલી ટિપ્પણી અને ત્યારબાદ દ્વારકા ખાતે તેમના પર પૂર્વ ધારાસભ્ય દ્વારા હુમલાના પ્રયાસની ઘટનાના પડઘા કચ્છમાં પણ પડ્યા છે. જેના પગલે આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી હતી.

મોરારી બાપુના સમર્થનમાં તંત્રને અપાયું આવેદનપત્ર, પગલાં લેવા કરી માગ
મોરારી બાપુના સમર્થનમાં તંત્રને અપાયું આવેદનપત્ર, પગલાં લેવા કરી માગ

By

Published : Jun 19, 2020, 8:27 PM IST

કચ્છઃ કથાકાર મોરારી બાપુ દ્વારા થયેલી ટિપ્પણી અને ત્યારબાદ દ્વારકા ખાતે તેમના પર પૂર્વ ધારાસભ્ય દ્વારા હુમલાના પ્રયાસની ઘટનાના પડઘા કચ્છમાં પણ પડ્યા છે. આજે શુક્રવારે કચ્છના વિવિધ સમાજ, સંતો અને આગેવાનો દ્વારા એકત્ર થઇને કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવી આ ઘટનામાં કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી હતી.

મોરારી બાપુના સમર્થનમાં તંત્રને અપાયું આવેદનપત્ર, પગલાં લેવા કરી માગ
આ તકે આગેવાન લાલજીભાઇ આહિરે જણાવ્યું હતું કે આ ઘટના ખરેખર નિંદનીય અને દુઃખ દાયક છે. હિન્દુત્વની વોટબેંક ધરાવતી સરકાર હોય ત્યારે તેમના પક્ષ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ દ્વારા સંત અને ખાસ કરીને આદરણીય વ્યક્તિ પર હુમલાનો પ્રયાસ થાય તે ખૂબ જ દુઃખ દાયક નિંદનીય ઘટના છે. સરકારને આ અંગે કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.
મોરારી બાપુના સમર્થનમાં તંત્રને અપાયું આવેદનપત્ર, પગલાં લેવા કરી માગ

ABOUT THE AUTHOR

...view details