ગુજરાત

gujarat

ETV Bharat / state

એન્ટિલિયા પ્રકરણ : બુકી નરેશને સીમકાર્ડ આપનારા કચ્છના વધુ એક દેવીશેઠનું નામ ખુલ્યું - Sachin Waze

એન્ટેલિયા કેસમાં હાલમાં એક નવો ખુલાસો થયો છે, ભુજના બુકી નરેશને આ સીમકાર્ડ મુળ સામખિયાળીના દેવીશેઠ જૈન તરફથી મળ્યા હોવાનું બહાર આવ્યું હતું. સાઉથ મુંબઇમાં આવેલી તેની હોટેલ-ક્લબ પર NIAની ટીમે દરોડા પાડયા હતા.

case
એન્ટેલિયા

By

Published : Apr 4, 2021, 6:20 PM IST

Updated : Apr 4, 2021, 7:13 PM IST

  • એન્ટેલિયા પ્રકરણમાં વધુ એક નવો ખુલાશો
  • સાઉથ મુંબઈની હોટલમાં NIAની ટીમે પાડ્યા દરોડા
  • તપાસ છેક કચ્છ પહોંચી

કચ્છ :એન્ટિલિયા પ્રકરણમાં સચીન વાઝે, કોન્સ્ટેબલ વિનાયક સીંદે અને કચ્છના બુકી તેમજ અમદાવાદના કારખાનેદારની NIA (નેશનલ ઇન્વસ્ટીગેશન એજન્સી)ની ટીમ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ભુજના બુકી નરેશને આ સીમકાર્ડ મુળ સામખિયાળીના દેવીશેઠ જૈન તરફથી મળ્યા હોવાનું બહાર આવ્યું હતું. સાઉથ મુંબઇમાં આવેલી તેની હોટેલ-ક્લબ પર NIAની ટીમે દરોડો પાડ્યો હતો. મુંબઇના એન્ટિલિયા વિસ્ફોટક કારના પ્રકરણમાં સચિન વાઝેની અટકાયત કરવામાં આવી હતી, બાદમાં આ સમગ્ર પ્રકરણ અંગેની તપાસ કચ્છમાં પણ કરવામાં આવી રહી છે.

નરેશ બુકીને સીમકાર્ડ સામખિયાળીના દેવીશેઠ જૈને અપાવ્યા

એન્ટિલિયા પ્રકરણમાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા સિમકાર્ડ મૂળ ભુજના નરેશ બુકીએ કોન્સ્ટેબલ વિનાયક સીંદેને આપ્યા હોવાનો બહાર આવ્યું હતું . જેમાં આ સીમકાર્ડ અમદાવાદના એક કારખાનેદાર દ્વારા આપવામાં આવ્યું હતું અને હવે વધુ એક કચ્છનું કનેકશન સામે આવ્યું છે. નરેશ બુકીને સીમકાર્ડ સામખિયાળીના દેવીશેઠ જૈને અપાવ્યા હતા. માહિતી મળતા જ સાઉથ મુંબઇમાં ધ કલ્ચર હાઉસ પર એનઆઇએની ટીમ પહોંચી હતી, હોટેલના ઓનર દેવીશેઠ જૈને સીમકાર્ડ નરેશ બુકીને આપ્યા હતા, જે સિમકાર્ડ વિનાયક સીંદેને અપાય અને તેણે સચીન વાઝેને આપ્યા હતા.

આ પણ વાંચો : એન્ટિલિયા બૉમ્બ કેસમાં વાજેને અન્ય પોલીસકર્મીએ પુરાવા નાશ કરવા કરી હતી મદદ


NIAની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું

સમગ્ર પ્રકરણના માસ્ટરમાઈન્ડ એવા નરેશ બુકી અને વિનાયક સીંદે તેમજ સચીન વાઝે હાલ જેલમાં છે. મનસુખ હિરેન મર્ડર કેસમાં જે સીમ ઉપયોગમાં લેવાયા હતા, જે સીમકાર્ડ વિનાયક સીંદેએ વાઝેને આપ્યા હતા અને તે સીમ નરેશ પાસેથી સીંદેને મળ્યા હતા. NIAની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, નરેશ પણ હોટેલમાં જ બેસીને પોતાનો ધંધો કરતો હતો . હોટેલમાં એક ક્લબ પણ હતી NIAની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન મેમ્બરશીપના કાર્ડ મળી આવ્યા હતા.

આ પણ વાંચો : સચિન વાઝેને ફરજ પર પરત લેવા શિવસેનાએ મારી ઉપર દબાણ કર્યું હતુંઃ દેવેન્દ્ર ફડણવીસ


જુદી જુદી જગ્યાએ આંકડા, યાંત્રિક જુગાર, ક્રિકેટ સટ્ટાના અડ્ડાઓ

કચ્છના સામખિયાળી ખાતે રહેતા દેવીશેઠ જૈનના મુંબઈમાં જુદી જુદી જગ્યાએ અનેક જુગારના અડ્ડાઓ છે આમ ક્લબમાં અનધિકૃત પ્રવૃત્તિ થતી હોવાની શંકા પણ ઉપજી હતી.ભુજનો નરેશ બુકી લાઇન ચલાવવામાં માસ્ટર હોવાથી તેને મુંબઇ લાઇન ચલાવવા માટે લઇ ગયો હતો દેવી શેઠ દ્વારા જ નરેશને મુંબઇ લઇ જવાયો હતો, તો નરેશ બુકી પણ ત્યાં જ બેસીને પોતાનો વહીવટ ચલાવતો હોવાની વાત સામે આવી હતી. સામખિયાળીના મુળ દેવી શેઠ જૈનના જુગારના અડ્ડાઓ સાઉથ મુંબઇ તેમજ અન્ય જગ્યાઓ પર આંકડા, યાંત્રિક જુગાર, ક્રિકેટ સટ્ટાના અડ્ડાઓ પર નરેશ બુકીના નીચે થતા હોવાનું બહાર આવ્યું હતું.


Last Updated : Apr 4, 2021, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details