- વરસામેડી ગામથી બોગસ ડોકટર ઝડપાયો
- પૂર્વ કચ્છ SOGની ટીમે ઝડપી પાડયો હતો
- આરોગ્ય અધિકારીને સાથે રાખી કાર્યવાહી કરાઈ
અંજાર તાલુકાના વરસામેડીમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો
ક્ચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામના શાંતિધામ સોસાયટીમાં આર્શીવાદ ક્લિનિક ચલાવતા શખ્સ પાસે ડોક્ટરની ડીગ્રી ન હોવા છતાં તે ડોક્ટર તરીકે મેડીકલ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી એસ.ઓ.જીને મળી હતી પોલીસે ભીમાસર પીએચસીના મેડિકલ ઓફિસર ડોકટર વિદિશા પારગીને સાથે રાખીને આ જગ્યાએ રેડ મારી હતી અને કોઈપણ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરી રહેલા અલી હસન ઇમાનુદ્દીન અન્સારી નામનો શખ્સ મળી આવ્યો હતો.
કચ્છઃ અંજાર તાલુકાના વરસામેડી ગામની શાંતિધામ સોસાયટીમાંથી વધુ એક બોગસ ડોકટરને પૂર્વ કચ્છ SOGની ટીમે ઝડપી પાડયો હતો. જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામના શાંતિધામ સોસાયટીમાં આર્શીવાદ ક્લિનિક ચલાવતા શખ્સ પાસે ડોક્ટરની ડીગ્રી ન હોવા છતાં તે ડોક્ટર તરીકે મેડીકલ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી એસ.ઓ.જીને મળી હતી પોલીસે ભીમાસર પીએચસીના મેડિકલ ઓફિસર ડોકટર વિદિશા પારગીને સાથે રાખીને આ જગ્યાએ રેડ મારી હતી અને કોઈપણ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરી રહેલા અલી હસન ઇમાનુદ્દીન અન્સારી નામનો શખ્સ મળી આવ્યો હતો.
બોગસ તબીબ પાસેથી કુલ 24,382નો મુદ્દામાલ કબ્જે કરાયો
પોલીસે બોગસ ડોક્ટર પાસેથી બીપી માપવાનું મશીન, સ્ટેથોસ્કોપ, થર્મલ સ્ક્રીનીંગ ગન, થર્મોમીટર, oximeter, કાતર, જુદા જુદા ઇન્જેક્શન અને જુદી જુદી દવાઓ કિંમત 16,882 અને 2500 રૂપિયા રોકડ તથા 5000ની કિંમતનો મોબાઇલ સહિત કુલ 24,382નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી.