ગુજરાત

gujarat

By

Published : May 27, 2021, 9:36 PM IST

ETV Bharat / state

અંજાર પોલીસ દ્વારા ઝડપાયેલ 1.40 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરાયો

પૂર્વ કચ્છમાં આવેલા અંજાર પોલીસ મથકની હદમાં ઝડપાયેલા દારૂ-બીયરના જથ્થાનો નાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી શિણાય ગામની પડતર જમીનમાં 1.40 કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અંજાર પોલીસ દ્વારા ઝડપાયેલ 1.40 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરાયો
અંજાર પોલીસ દ્વારા ઝડપાયેલ 1.40 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરાયો

  • 1.40 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરાયો
  • સરકારી પડતર જમીનના પટ્ટ પર દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો
  • 20મી ઓક્ટોબર 2020થી 21મે 2021 સુધી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો

કચ્છઃનામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને શિણાય ગામે સરકારી પડતર જમીનમાં 1.40 કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા તેમજ પૂર્વ કચ્છ SP મયુર પાટીલની સૂચનાને પગલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગત 20મી ઓક્ટોબર 2020થી 21 મે, 2021 સુધી ઝડપાયેલા પ્રોહિબીશનનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

20મી ઓક્ટોબર 2020થી 21મે 2021 સુધી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો

આ પણ વાંચોઃ બાલાસિનોર પોલીસ દ્વારા 15 ગુનામાં પકડાયેલો રૂપિયા 23,01,210 નો દારૂનો જથ્થો નાશ કરાયો

1.40 કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરાયો

પોલીસે વિવિધ દરોડામાં ઝડપી પાડેલા દારૂના નાશ માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અલગ–અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 એમએલની 32,733 નંગ બોટલ જેની કિંમત 1,21,42,145 તેમજ રૂપિયા 8,96,400ની કિંમતના 8,904 નંગ બીયરના ટીન મળીને કુલ 1,40,29,295નો પ્રોહિબીશન મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

Anjar police was destroyed liquor worth of 1.40 crore rupees

આ પણ વાંચોઃ પંચમહાલમાં દારૂના જથ્થોનો નાશ કરાયો

સરકારી પડતર જમીનના પટ્ટ પર દારૂના જથ્થા પર બુલ્ડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો

નાયબ પોલીસ અધીક્ષક ડી. એસ. વાઘેલા તેમજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ વી. કે જોષીની ઉપસ્થિતિમાં અંજાર પોલીસ સ્ટેશનના PI એમ. એન. રાણા તેમજ નશાબંધી અને આબકારી અધિકારી સહિતના પોલીસ અધિકારી-કર્મચારીઓએ દારૂ નાશ કરવાની પ્રક્રિયા કરાવી હતી. શિણાય ખાતે આવેલી સરકારી પડતર જમીનના પટ્ટ પર દારૂના જથ્થા પર બુલ્ડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details