ગુજરાત

gujarat

ETV Bharat / state

અંજાર પોલીસે વિદેશી દારૂ સાથે બે આરોપીઓને પકડ્યા - કચ્છ ન્યુઝ

અંજાર પોલીસે એરપોર્ટ ચોકડી પાસેથી ટ્રકમાં ભરીને જતા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીઓને પકડી પાડયા.

અંજાર પોલીસે વિદેશી દારૂ સાથે બે આરોપીઓને પકડ્યા
અંજાર પોલીસે વિદેશી દારૂ સાથે બે આરોપીઓને પકડ્યા

By

Published : May 15, 2021, 11:55 AM IST

  • ટ્રકમાં ચેકીંગ કરતા દેશી અને વિદેશી દારૂ મળી આવ્યો
  • પોલીસે કુલ 10.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • પોલીસે વધુ તપાસ હાથ ધરી

કચ્છ: અંજાર પોલીસને ખાનગી બાતમી મળેલી કે અંજાર એરપોર્ટ ચોકડી બાજુથી એક ટ્રક ગેરકાનૂની ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને વર્ષામેડી તરફ જવાની છે જે હકીકત વાળી ટ્રકની વોચમા રહી તે ટ્રક આવતા તેને રોકાવી તે ટ્રકમા ચેકીંગ કરતા બે આરોપીઓને પકડી પાડી તે ટ્રકની કેબીનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી તેમજ ટ્રકમાંથી પ્લાસ્ટીકના કોથળાઓમાં દેશી દારૂ મળી આવ્યો હતો.

આ પણ વાંચો:પાટણ LCB પોલીસે સાંતલપુર હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યુ

પોલીસે કુલ 10.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 17 પેટીઓ જેમાં 204 બોટલો કિંમત 76,500 તથા દેશી દારૂ 165 લીટર કિંમત 3,300, 3 મોબાઇલ કિંમત 15,000 અને ટ્રક કિંમત 10 લાખ મળીને કુલ 10.94 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. અંજાર પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ રવીકુમાર ગીરધારીલાલ, તીર્થગીરી ગોસ્વામીને રાઉન્ડ અપ કરી તેઓની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 56,000 વિદેશી દારૂ ઉપર બુલડોઝર ચલાવાયું

ABOUT THE AUTHOR

...view details