કચ્છઃ જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ અંજારમાં તા.17/4/2020થી તા.27/4/2020 સુધી નિયંત્રિત જણસીઓ, ધાણા 2762 કિલોના ઓછામાં ઓછા ભાવ રૂ.4600થી લઇને વધુમાં વધુ ભાવ રૂ.5350 રહ્યા હતા. 339139 કિલો દિવેલામાં રૂ.3500થી લઇ રૂ.4127 ભાવ રહ્યા હતા. 4081 કિલો ગુવારના ભાવ રૂ.3100થી લઇ 3200 રહ્યા હતા.
અંજાર એપીએમસી ફરી ધમધમ્યું, જાણો ક્યા ભાવે કઈ જણસનું થયું વેચાણ... - બજાર સમિતિ અંજાર
નોવેલ કોરોના વાઇરસ કોવીડ-19ના પગલે જાહેર થયેલા રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ કચ્છ જિલ્લાના તમામ માર્કેટયાર્ડોમાં સરકારની માર્ગદર્શિકાની સૂચનાઓ મુજબ પ્રારંભ કરાયો છે. અનાજ માર્કેટયાર્ડમાં સોશિયલ ડીસ્ટન્સીંગ, સામાજિક અંતર જળવાઇ એ રીતે ખરીદ વેચાણની પ્રક્રિયા પ્રારંભ થઇ ચૂકી છે. કચ્છ જિલ્લા બજાર સમિતિ ભુજ, અંજાર, ભચાઉ અને રાપર ખાતેના માર્કેટયાર્ડોમાં મંજૂરી બાદ હરાજીની પ્રક્રિયા પ્રારંભ થઇ છે. જે તે વેપારી અને દુકાનદારોએ સંબંધિત માર્કેટયાર્ડ પાસેથી પાસ ઈસ્યુ કરી ખેતપેદાશો, જણસની હરાજી પ્રારંભ કરવામાં આવી છે.
10626 કિલો ઈસબગુલના ભાવ રૂ.7500થી લઇ રૂ.9500 રહ્યા હતા. 77935 કિલો જીરાના ભાવ રૂ.8530થી લઇ 13110 સુધી રહ્યા હતા. 1201 કિલો રાયડાના ભાવ રૂ.3438થી લઇ રૂ.3525 રહ્યા હતા. 2813 કિલો સીસમના ભાવ રૂ.9003થી લઇ રૂ.9128 સુધી રહ્યા હતા. જ્યારે 57405 કિલો વરીયારીના ભાવ રૂ.4400થી લઇ રૂ.5050 રહ્યા હતા. જ્યારે 7205 કિલો કપાસના ભાવ રૂ. 3700થી લઇ રૂ.5500 સુધી રહ્યા હતા.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અંજાના ચેરમેન વલમજીભાઇ હુંબલ અને સેક્રેટરી મુળજીભાઇ મ્યાત્રાએ જણાવ્યું હતું કે, કુલ 503167 કિલો જણસીની હરાજી દરમ્યાન રૂ.2.68 કરોડની હરાજી થઇ છે.