ગુજરાત

gujarat

ETV Bharat / state

Animal husbandry in Kutch: બજેટમાં કચ્છ માટે વેટરનરી કોલેજની જોગવાઇ કરાતાં પશુપાલકોને થશે ફાયદો - Veterinary College in Kutch District

કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. આ પશુઓની સારવાર અર્થે વેટરનરી ડૉકટરોની જરૂરિયાત રહેતી હોય છે. જિલ્લામાં પશુધનની(Animal husbandry in Kutch) સારવાર અને સંશોધન અર્થે વેટરનરી કોલેજની અનિવાર્યતા છે. જેને ધ્યાનમાં રાખીને 2022-23ના અંદાજપત્રમાં પણ કચ્છ જિલ્લાની વેટરનરી કોલેજ માટે જોગવાઈ કરવામાં આવી છે.

Animal husbandry in Kutch: બજેટમાં કચ્છ માટે  વેટરનરી કોલેજની જોગવાઇ કરાતાં પશુપાલકોને થશે ફાયદો
Animal husbandry in Kutch: બજેટમાં કચ્છ માટે વેટરનરી કોલેજની જોગવાઇ કરાતાં પશુપાલકોને થશે ફાયદો

By

Published : Mar 5, 2022, 7:10 PM IST

કચ્છઃ ગુજરાત રાજયનો ભૌગોલિક વિસ્તાર ધરાવતો સૌથી મોટો કચ્છ જિલ્લો છે. સહકારી ડેરીના આગમન( Animal husbandry in Kutch )સાથે પશુપાલનનો વ્યવસાય ખૂબ જ ઝડપથી અહીં વિકાસ રહયો છે. કચ્છ જિલ્લો પરંપરાગત રીતે બન્ની ભેંસ, કાંકરેજ ગાયો, કચ્છી અને ખારાઇ ઊંટ, કચ્છી બકરાં, કચ્છી સિંધી અશ્વ, કચ્છી ગધેડા તેમજ મારવાડી અને પાટણવાડી જેવા ઘેટાંની ઓલાદો માટે પ્રસિધ્ધ છે. કચ્છમાં માનવવસ્તી અને પશુધન વસ્તી લગભગ સરખી છે, ઉપરાંત અહીં વન્ય જીવ વૈવિધ્ય પણ ઘણું છે.

વેટરનરી કોલેજની જોગવાઇ

કચ્છમાં મોટા પ્રમાણમાં પશુધન

કચ્છ જિલ્લામાં વેટરનરી કોલેજ (Veterinary College in Kutch District)અંગે મીડિયા સાથે વાતચીત કરતા કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન રાઘવજી પટેલે( Raghavji Patel)જણાવ્યું હતું કે, બજેટમાં નાણાપ્રધાન દ્વારા કચ્છમાં વેટરનરી કોલેજ (Indian Veterinary Council)માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બજેટ બાદ કચ્છ જિલ્લામાં વેટરનરી કોલેજ બનાવવા માટેની તૈયારીઓ આદરી દેવામાં આવશે અને વહેલી તકે આ કોલેજ શરૂ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં પશુધન છે. વેટરનરી કોલેજ શરૂ થવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને વેટરનરી અંગે અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ થશે અને પૂરતા પ્રમાણમાં અહીં પ્રોફેસર અને પશુ ડોકટરો અહીં આવશે એટલે અહીંના પશુપાલકોના પશુઓને પૂરતી સારવાર ઉપલબ્ધ થશે પરિણામે વિદ્યાર્થીઓ અને પશુપાલકો બંનેને સીધો ફાયદો થશે.

નવી વેટરનરી કોલેજ ફાળવવાની જાહેરાત

પશુપાલન અને પશુ આરોગ્ય શિક્ષણ ઉપરાંત સંશોધન ક્ષેત્રે પણ વિશાળ તકો કચ્છ જિલ્લામાં રહેલી છે. પશુધનની સારવાર અને સંશોધન અર્થે વેટરનરી કોલેજની અનિવાર્યતા છે. રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા કચ્છની પ્રજાની લાગણી અને માંગણીને ધ્યાને લઈને કચ્છ જિલ્લાને નવી વેટરનરી કોલેજ ફાળવવાની જાહેરાત કરાઈ હતી.

આ પણ વાંચોઃMelanistic Jungle Cat in Kutch: કચ્છના ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી જંગલી બિલાડીને કેમેરામાં કરી કેદ, જુઓ

કચ્છ જિલ્લાને વેટરનરી કોલેજની મંજૂરી

કચ્છ જિલ્લામાં પણ ઇન્ડીયન વેટરનરી કાઉન્સીલના ધારા ધોરણ મુજબ એક અદ્યતન સરકારી વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવે તેવો સર્વે કરવામાં આવેલ હતો. આ બાબતે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબહેન આચાર્યએ મુખ્યપ્રધાન અને પશુપાલન વિભાગના પ્રધાનને પત્ર પાઠવી તેમજ અનેકવાર બેઠકો યોજીને વેટરનરી કોલેજ ચાલુ થાય તે માટે સતત પ્રયત્નો હાથ ધર્યા હતાં. ઉપરાંત જયાં મુશ્કેલીઓ જણાઇ તે સર્વે બાબતોનો તલસ્પર્શી અભ્યાસ કરી ત્વરીત નિર્ણયો કરાવવામાં પણ તેમનો વિશેષ યોગદાન રહયો છે અને તેઓના પ્રયત્નોના ફળસ્વરૂપે કચ્છ જિલ્લાને વેટરનરી કોલેજની મંજૂરી મળેલ છે.

વેટરનરી કોલેજની જોગવાઈ અંગેનો નિર્ણય કચ્છ માટે મહત્વનો

બજેટમાં વેટરનરી કોલેજની જોગવાઈ અંગે વાતચીત કરતાં કચ્છના શરદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે બજેટમાં કચ્છ માટે જે વેટરનરી કોલેજની જોગવાઈ ની જાહેરાત કરાઈ છે તે સરકારનું ખૂબ અભિનંદનય કાર્ય છે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેવી રીતે દરેક ગામમાં મનુષ્યના ડૉક્ટરની જરૂર પડે છે તેવી જ રીતે પશુઓના ડોક્ટર ને પણ આગામી સમયમાં જરૂર પડશે આ ઉપરાંત ખેડૂતો અને પશુપાલકોને પણ વેટરનરી કોલેજ શરૂ થવાથી ફાયદો થશે.

અભ્યાસ કરી અને ડૉક્ટર બનવાની તક મળશે

વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે બહારના જેવું નથી ડોક્ટરો અહીં સારવાર અર્થે આવે છે અને એક વર્ષ નોકરી કરી પરત ચાલ્યા જતા હોય છે ત્યારે કચ્છના વિદ્યાર્થીઓને સ્થાનિકે જ વેટનરી કોલેજમાં અભ્યાસ કરી અને ડૉક્ટર બનવાની તક મળશે જેથી કરીને સ્થાનિક એજ પેટર્નથી ડૉક્ટરો ઉપલબ્ધ થશે સરકારે કચ્છ અને પશુપાલકો માટે ખૂબ સારો નિર્ણય લીધો છે જેનો કચ્છના પશુપાલકો અને સરહદ ડેરી પણ સરકારને આભાર માને છે.
આ પણ વાંચોઃSaurashtra Sale of camels in Kutch : કયા કારણોસર સૌરાષ્ટ્રના પશુપાલકો પોતાના ખારાઇ ઊંટ વેચી રહ્યા છે કચ્છમાં

ABOUT THE AUTHOR

...view details