ગુજરાત

gujarat

ETV Bharat / state

ગૌરવની વાત: માંડવીના કનકશેઠ બાદ ફરી એક ગુજરાતીને મસ્કતમાં 'હિન્દુ શેખ' નું બિરુદ અપાયું - અનિલ મથરાદાસ ખીમજીને હિન્દુ શેખનું બિરુદ

મસ્કતમાં રહેતા વ્યવસાયિક સામ્રાજ્ય સર્જનારા અને ધીંગા દાનવીર કહેવાતા કચ્છના મોભી ખીમજી રામદાસ પરિવારને વધુ એકવાર "હિન્દુ શેખ" નો ખિતાબ અર્પણ કરવામાં આવ્યો. અગાઉ આ અપૂર્વ ખિતાબ સ્વ. શેઠ કનકશીને આપવામાં આવ્યો હતો.

ગૌરવની વાત: માંડવીના કનકશેઠ બાદ ફરી એક ગુજરાતીને મસ્કતમાં 'હિન્દુ શેખ' નું બિરુદ અપાયું
ગૌરવની વાત: માંડવીના કનકશેઠ બાદ ફરી એક ગુજરાતીને મસ્કતમાં 'હિન્દુ શેખ' નું બિરુદ અપાયું

By

Published : Apr 26, 2021, 12:11 PM IST

  • ખીમજી રામદાસ કંપનીના ચેરમેનને હિન્દુ શેખનું બિરુદ અપાયું
  • માંડવીના કનકશેઠ બાદ પહેલી વાર આ બિરુદ આપવામાં આવ્યું
  • બિરુદની સ્વીકૃતિ બદલ અનિલભાઈએ કાગળો પર હસ્તાક્ષર કર્યા

કચ્છ:ઓમાનનામસ્કતમાં રહેતા કચ્છના આન બાન શાન તરીકે વ્યવસાયિક સામ્રાજ્ય સર્જનારા અને ધીંગા દાનવીર કહેવાતા ખીમજી રામદાસ પરિવારને વધુ એકવાર "હિન્દુ શેખ" નો ખિતાબ અર્પણ કરવામાં આવ્યો. તાજેતરમાં પરિવારના મોભી મસ્ક્તમાં એકમાત્ર 'હિન્દુ શેખ' ના ખિતાબ વડે નવજાયેલા શેઠ કનકશી ચાડના મૃત્યું બાદ એ ખિતાબ ખીમજી પરિવારના મોભી અને કનકશેઠના કાકાજી ભાઈ એવા અનિલ મથરાદાસ ખીમજીને અર્પણ કરવામાં આવ્યો છે. આ સાથે, જ માદરે વતનમાં આનંદ પ્રસરી ગયો હતો. સુલતાનની વડી કચેરી 'વલી કચેરી' એથી આવેલા કાગળો પર સ્વીકૃતિ બદલ અનિલભાઈએ હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો:21 વર્ષીય યુવતી રાષ્ટ્રીય સ્તરે ઝળકી, 70,097 મહિલા કોડરને હરાવીને ગીક ગોડેસનું બિરુદ મેળવ્યું

અગાઉ સ્વ. શેઠ કનકશીને આ ખિતાબ અપાયો હતો

ભારત અને વિશ્વના વિવિધ દેશોમાં વ્યવસાયિક સંસ્થાન ધરાવનારા ખીમજી રામદાસ કંપનીના અનિલભાઈ ચેરમેન છે. મસ્કતને પેઢીઓથી કર્મભૂમિ બનાવ્યા પછી પણ વતનની વિશેષ માવજત લેનારા ખીમજી રામદાસ પરિવારના મોભી અનીલભાઈને શેખના બિરુદ વડે સન્માન કરાયું હતું. અગાઉ આ અપૂર્વ ખિતાબ સ્વ. શેઠ કનકશીને આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:રાજ્યમાં શક્તિશાળી મહિલાનો ખિતાબ સુરતની માનસી ઘોષે મેળવ્યો

કચ્છ ભાટિયા મહાજન સમાજમાં આનંદની લાગણી વ્યાપી

કચ્છમાં કન્યા કેળવણી ક્ષેત્રે અગ્ર મનાતા ખીમજી રામદાસ પરિવારે આગળ વધો અને આગળ વધવા દોનો મંત્ર પકડીને કચ્છના હજારો પરિવારોને રોજગારી આપવામાં આવી હતી. અનિલભાઈને આ હિન્દુ શેખનું બિરુદ મળતા સમસ્ત કચ્છ ભાટિયા મહાજન સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details