ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News: હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં આનંદો - public holiday will be declared tomorrow in Bhuj

દર વર્ષે ભુજવાસીઓ ચોમાસાની સીઝનમાં જે બાબતની આતુરતાથી રાહ જોતા હોય છે તે ઘડી આ વર્ષે ખૂબ ઝડપી આવી ગઈ છે. ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ આજે બપોરે ઓવર ફ્લો થયું છે. સતત બીજા વર્ષે તળાવ છલકાતા ભુજ વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

ancient-hamirsar-lake-of-bhuj-get-overflow-today-public-holiday-will-be-declared-tomorrow-in-bhuj
ancient-hamirsar-lake-of-bhuj-get-overflow-today-public-holiday-will-be-declared-tomorrow-in-bhuj

By

Published : Jul 9, 2023, 6:56 PM IST

Updated : Jul 9, 2023, 7:33 PM IST

હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં આનંદો

ભુજ:છેલ્લાં અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે કચ્છમાં વાવાઝોડા બાદ સચરાચર વરસાદ નોંધાયો છે. ત્યારે આજે ભુજનું હમીરસર તળાવ ઓવર ફ્લો થયું છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે ઓગન સ્થળે વરૂણ દેવને નમન કર્યા હતા અને કચ્છની કુળદેવી આશાપુરાનો આભાર માન્યો હતો. ભુજ વાસીઓના હ્રદય સમાન હમીરસર તળાવ ઓગનાતા સમગ્ર ભુજમાં આનંદની લાગણી ફેલાઈ છે તો દેશ વિદેશમાં વસતા કચ્છી લોકોમાં પણ આનંદ ફેલાયો છે.

ભુજવાસીઓમાં આનંદો

લોકોમાં આનંદની લાગણી:હમીરસર તળાવના ઓગન સ્થળ પર ભુજ નગરપાલિકાના તમામ નગર સેવકો પણ હાજર રહ્યા હતા અને આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી. ભુજનું હમીરસર તળાવ છલકાતાં ભુજ નગરપાલિકાના પ્રમુખ થોડાક ભાવુક પણ થયા હતાં. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ હમીરસર તળાવ છલકાયું હતું અને આ વર્ષે પણ હમીરસર તળાવ છલકાતાં લોકો ખૂબ ખુશ થયા હતા.

ચુસ્ત બંદોબસ્ત:મોટી સંખ્યામાં લોકો આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા પહોંચ્યા હતા અને તળાવ ઓગનતાની સાથે જ લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી. ભુજ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે લાઈફ સેફ્ટીના સાધનો તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહિ તે માટે ડિઝાસ્ટરની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે વિધિવત રીતે વધાવવામાં:ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે "સતત બીજા વર્ષે તેમને તળાવ વધાવવાનો અવસર મળ્યો છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમાં પિતાજીને આ તળાવ વધાવવાનો અવસર મળ્યો ન હતો તેમને તેનો રંજ રહી ગયો હતો પરંતુ મને 2 વખત આ તળાવ વધાવવાનો અવસર મળ્યો હતો. આવતીકાલે વિધિવત રીતે તળાવને વિજય મુહર્ત 12:39 કલાકે વધાવવામાં આવશે."

ભુજમાં એક દિવસની જાહેર રજા:ઉલ્લેખનીય છે કે, હમીરસર તળાવ ગુજરાતનું એકમાત્ર તળાવ છે જે ઓવરફલો થયા બાદ ભુજની તમામ સરકારી કચેરીમાં રજા જાહેર કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજમાં હ્રદય સમા હમીરસર તળાવ ઓગનવાની ખુશીમાં એક દિવસની જાહેર રજા પાડવામાં આવશે ત્યારે ઐતિહાસિક પરંપરા મુજબ કલેકટ૨ દ્વારા જાહેરનામું બહાર પાડીને રજા પણ જાહેર કરવામાં આવશે.

  1. Gujarat Rain Update: રાજ્યમાં મેહુલિયાની જમાવટ, છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ, હજુ 2 દિવસ અતિભારે વરસાદની આગાહી
  2. Ahmedabad Rain: અમદાવાદમાં આખી રાત વરસાદ વરસ્યો, સૌથી વધુ રાણીપમાં 3 ઇંચ જેટલો વરસાદ
Last Updated : Jul 9, 2023, 7:33 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details