અનુચ્છેદ 370ને હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે, ત્યારે ગુજરાતની સરહદીય જિલ્લા કચ્છમાં ગત કેટલાક દિવસોના ઘટનાક્રમ અને ઈનપુટના આધારે એલર્ટ જાહેર કરી દેવાયુ છે. જેમાં કંડલામાં અંડર વોટર એટેક થવાના ઈનપુટ છે. ઈન્ટેલીજન્સ ઈનપુટ અનુસાર, પાકિસ્તાનના ટ્રેનિંગ પ્રાપ્ત કમાન્ડો હરામી નાળા ક્રીકથી ઘૂસ્યા હોવાની શક્યતા છે. જેમણે અંડર વોટર એટેક માટે ટ્રેનિંગ મેળવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કંડલા પર અંડર વોટર હુમલાનો ખતરો, સુરક્ષા એલર્ટ વચ્ચે મરીન કમાન્ડો તૈનાત - ઈન્સ્ટોલેશન્સ
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ તંગદીલીભર્યું વાતાવરણ છે, ત્યાં કચ્છમાં પાકિસ્તાન નાપાક હરકતને અંજામ આપવા માટે ટ્રેનિંગ લીધેલાં કમાન્ડો ઘૂસ્યા હોવાના ઈનપુટ બહાર આવ્યાં છે. આ ઇનપુટથી સુરક્ષા તંત્રએ એલર્ટ જાહેર કર્યુ છે. જેથી પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સની ચેકિંગ શરૂ કરી દીધું છે. આ સિવાય સમગ્ર કચ્છમાં મરીન કમાન્ડોને પણ તૈનાત કરી દેવાયા છે. કંડલા પોર્ટ પ્રશાસને બધા જહાજોને સતર્ક રહેવાની સૂચના આપી છે.
મહત્વનું છે કે, અગાઉ દરિયાઈ ક્રિક સરહદેથી SFની પેટ્રોલિંગ ટુકડીએ બે બિન વારસી પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. આ બોટમાં આવેલા ઘુસણખોરોને શોધવા માટે હાલ BSF દ્વારા દરિયાઈ ક્રિકોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે, હજુ માત્ર બે બોટ મળ્યાની જ સત્તાવાર માહિતી મળી છે. એક તરફ પાકિસ્તાને પોતાની તરફ કમાન્ડો તૈનાત કર્યાની માહિતી વચ્ચે બે બોટ મળી આવતા તમામ સ્તરના સુરક્ષા તંત્રો કાર્યવાહીમાં લાગી ગયા છે.
સામાન્ય રીતે પાકિસ્તાની બોટ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ અત્યારની સ્થિતી અને ખાસ કરીને સામેપાર પણ કમાન્ડો તૈનાતી સહિતના એક્સ સાઈઝના ઈનપુટ છે, ત્યારે આ બોટ મળતા BSF દ્વારા સર્ચ ઓપરેશન કરીને ક્રિક વિસ્તારને વધુ સુરક્ષિત કરી દેવાયું છે.