ગુજરાત

gujarat

ETV Bharat / state

Exhibition of antiques in Kutch : કચ્છના સંગ્રાહકો દ્વારા ભુજની વિજયરાજજી લાયબ્રેરીમાં એન્ટીક વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું

કચ્છના સંગ્રાહકો દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. ભુજના હ્રદય સમાં હમીરસર તળાવના કિનારે આજથી સાતમ-આઠમના મેળો શરૂ થયો છે, ત્યારે મહારાજશ્રી ભુપતસિંહજી કચ્છ કોઇન સોસાયટી-ભુજ કચ્છના સંગ્રાહકો દ્વારા દેશ-વિદેશની ટપાલ ટિકિટો, સિક્કાઓ, નોટો, પોસ્ટલ સ્ટેશનરી, કિ ચેઇન, એન્ટીક વસ્તુઓ ઉપરાંત ચંદ્રયાન-3ની પ્રતિકૃતિના સેલ્ફી પોઇન્ટ મોડેલ તેમજ અન્ય સંગ્રહના પ્રદર્શનનું મહારાજાઓશ્રી વિજયરાજજી લાયબ્રેરીમાં આયોજન કરવામાં આવ્યું છે.

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 5:41 PM IST

Updated : Sep 7, 2023, 5:51 PM IST

Etv Bharat
Etv Bharat

Exhibition of antiques in Kutch :

કચ્છ : મહારાજશ્રી ભુપતસિંહજી કચ્છ કોઇન સોસાયટી-ભુજ કચ્છના પ્રમુખ જગદીશ સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, "કચ્છ કોઇન સોસાયટીના સભ્યો દ્વારા જ દર વર્ષની જેમ આ વખતે પણ હમીરસર તળાવ પાસે આવેલ મહારાજાઓશ્રી વિજયરાજજી લાયબ્રેરીમાં દુર્લભ સિક્કાઓ, ચલણી નોટો, એન્ટીક વસ્તુઓ, ટપાલ ટિકિટો, પોસ્ટ કાર્ડ, કી ચેન વગેરેનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

Exhibition of antiques in Kutch

જુદા જુદા દેશની ચલણી નોટો અને સિક્કાનું પ્રદર્શન : આ દુર્લભ પ્રદર્શનમાં દેશ વિદેશના ચલણી સિક્કાઓનું વ્યવસ્થિત પેકિંગમા પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો ભારત, યુનાઈટેડ નેશનસ, યુગાન્ડા, કેન્યા, દુબઈ, મોરેશિયસ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, નેપાળ, ઇંગ્લેન્ડ, તૂર્કી, સેચેલસ વગેરે જેવા દેશોની ચલણી નોટો પણ અહી દર્શકોને નિહાળવા માટે રાખવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ રાજ્યના 20 રાજાઓના ઇતિહાસ અને શાસન કાળ અંગેની માહિતી તેમજ ફોટો પણ અહી મૂકવામાં આવ્યા છે.

Exhibition of antiques in Kutch

જુદા જુદા મહાનુભાવોની શતાબ્દીના સિક્કાઓ : આ ઉપરાંત અહીં 19માં કોમનવેલ્થ ગેમ્સ દિલ્હી 2010ના 2 રૂપિયા તેમજ 5 રૂપિયાના હૈદરાબાદ મિન્ટના, લુબ્રેલ 200 વર્ષ(1809- 2009) જન્મદિવસની દ્વીશતાબ્દીના રૂપિયા 2ના કલકત્તા મિન્ટના સિક્કાઓ, ઇન્કમટેક્સના 150 વર્ષ અને 150 રૂપિયાનો કલકત્તા મિન્ટના સિક્કાઓ, સી.સુબ્રમણ્ય જન્મ શતાબ્દી, મધર ટેરેસા જન્મ શતાબ્દી, શહીદ ભગતસિંહ જન્મ શતાબ્દી, ગુરુ ગ્રંથ સાહેબની ત્રીશતાબ્દીના સિક્કાઓ પણ પ્રદર્શિત કરાયા હતા.

Exhibition of antiques in Kutch

187 દેશના 187 સ્ટેમ્પ : સંગ્રાહકો દ્વારા કચ્છ રાજ્યની કોર્ટ ફીના સ્ટેમ્પ, આઝાદી પહેલાંના સમયમાં પોસ્ટ કાર્ડ, રાજાશાહી સમયના પોસ્ટ કાર્ડ, તો 187 દેશના 187 સ્ટેમ્પ, ટપાલ ટિકિટો, પક્ષીની છાપ વાળી ટિકિટો, ફૂલની છાપ વાળી ટપાલ ટિકિટો, વિવિધ રાજાઓના ફોટાવાળી ટિકિટો ઉપરાંત જૂના જમાનાના સમયથી અત્યાર સુધીના વિવિધ કિ ચેઇન વગેરેનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

Exhibition of antiques in Kutch

કચ્છ રાજ્યના ચલણી સિક્કાઓ : આ ઉપરાંત આ પ્રદર્શનીમાં કચ્છ રાજ્ય સમયના ચલણી સિક્કાઓનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ રાજ્યમાં શરૂઆતમાં ચલણી સિક્કાઓ સોનામાંથી, ચાંદીમાંથી અને તાંબામાંથી બનાવવામાં આવતા તે સિક્કાનું પ્રદર્શન અને તેની માહિતી પણ આપવામાં આવી રહી છે. મોટાં ચલણ રૂપે કોરી, આધિયો, પાંચિયો અને અડધિયો સિક્કાઓ ચાંદીનાં રહેતાં, જયારે નાના ચલણ તરીકે તાંબિયા, દોકડા, ઢીંગલાં અને ઢબુ એ તાંબાના સિક્કાઓ ચલણમાં રહ્યા હતા તે પણ અહી પ્રદર્શનીમાં રાખવામાં આવ્યા છે.

Exhibition of antiques in Kutch

ચંદ્રયાન-3ની પ્રતિકૃતિનું સેલ્ફી પોઇન્ટ :આ પ્રદર્શનમાં અન્ય એક આકર્ષણનું કેન્દ્ર ચંદ્રયાન-3ની પ્રતિકૃતિના સેલ્ફી પોઇન્ટમાં મોડેલ રાખવામાં આવ્યું હતું. જ્યાં દર્શકો ચંદ્રયાન 3 ના મોડેલ પાસે આવીને એસ્ટ્રોનોટ જેવા પોસ્ટર પાસે આવીને તસવીર ક્લિક કરાવતા નજરે પડ્યા હતા. જે ચંદ્રયાન-3ની સફળતાના ભાગરૂપે વૈજ્ઞાનિકો તેમજ ભારતના મિશન પર ગૌરવતા દર્શાવે છે.

Exhibition of antiques in Kutch
  1. Kutch Photography Exhibition : પ્રાગમહેલમાં તસવીરોનું પ્રદર્શન યોજાયું, વિજેતાઓને પુરસ્કારો એનાયત કરાયા
  2. Bhuj Lok Melo : ભુજમાં હમીરસરને કાંઠે જામશે સાતમ-આઠમનો મેળો, આ પ્રકારના મેળામાં હશે આકર્ષણ કેન્દ્રો
Last Updated : Sep 7, 2023, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details