ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની ધરા ફરીથી ધ્રુજી, ભચાઉ નજીક 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો

કચ્છમાં આજે રાતે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ફરી પૂર્વ કચ્છના ભચાઉ નજીક 3.3 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. જો કે કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

an-earthquake-once-again-hit-kutch-tonight-earthquake-of-3-and-3-magnitude-was-recorded-near-bhachau
an-earthquake-once-again-hit-kutch-tonight-earthquake-of-3-and-3-magnitude-was-recorded-near-bhachau

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 10:52 PM IST

કચ્છ:વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે. નાના નાના આંચકાઓનો સિલસિલો આજ સુધી યથાવત રહ્યો છે. આજે રાતે 8:54 કલાકે 3.3ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ, દુધઈ અને રાપર વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ અઠવાડિયામાં સતત બે દિવસ સુધી પણ ભુકંપના આંચકા નોંધાયા હતા.

ભૂકંપનો આંચકો નોંધાયો: ભૂકંપનો આંચકો ભચાઉથી 19 કિલોમીટર દૂર ઇસ્ટ-નોર્થ ઇસ્ટમાં નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ ફોલ્ટલાઈન પર નોંધાતા હોય છે અને જે છેલ્લાં થોડાક સમયથી સક્રિય થઈ છે.

ફોલ્ટ લાઇન પર અવારનવાર નોંધાય છે આંચકાઓ:પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.8.થી 4.5 સુધીની તીવ્રતાના આંચકાઓ નોંધાતા આવ્યા છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ભાગ્યે જ આંચકાઓ નોંધાતા હોય છે.આજે રાત્રે ફરી વાગડ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય:કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. ફરી કચ્છની ધરા ધ્રુજી, ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
  2. કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો, 3.0 ની તીવ્રતા નોંધાઈ

ABOUT THE AUTHOR

...view details