ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ અને મોરબીના માર્ગો માટે રૂ.10 કરોડની ફાળવણી - મોરબીના રસ્તા મંજૂર

કચ્છ: પંથકમાં ભારે વરસાદના કારણે માર્ગોની હાલત અત્યંત ખરાબ થઇ છે. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન કચ્છના સાંસદની રજૂઆતને પગલે રાજ્ય સરકારે કચ્છના રસ્તા માટે રૂપિયા 10 કરોડના કામોને મંજૂરી આપી છે.

સાંસદ વિનોદભાઇ ચાવડા

By

Published : Oct 15, 2019, 9:41 PM IST

સાંસદ વિનોદભાઇ ચાવડાના પત્ર વયવહાર તથા સ્થાનિક રજૂઆતને પગલે નાયબ મુખ્યપ્રધાન તથા માર્ગ અને મકાન પ્રધાન નિતિનભાઈ પટેલે કચ્છના રસ્તાઓ માટે 10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે.

આ માર્ગોમાં ભુજ શહેર ભીડ નાકાથી સરપટ ગેટ મજબુતીકરણ માટે 150 લાખ, ભુજ રેલ્વે સ્ટેશન એપ્રોચ રોડ માટે 50 લાખ, પાનધ્રોથી નારાયણ સરોવર રોડ ખાસ મરામત માટે 2 કરોડ, શિરવા, મેરાઉ, ગોધરા, લાયજારોડ માટે 2 કરોડ, રાપર તાલુકાના ફતેહપર, આડેસર રોડ માટે 2 કરોડ તેમજ અંજાર તાલુકાના અંતરજાળ, કિડાણા, ભારપર, તુણા રોડ માટે 125 લાખ મંજૂર કર્યા છે.

જયારે, મોરબી સંસદીય મતક્ષેત્રમાં મોરબી સિટી લિમિટ રોડ, રાજકોટ સી.સી. રોડ અને જંકશન સુધારણા માટે 2 કરોડ રકમ ફાળવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details