કચ્છ : રાજ્ય સહિત જિલ્લામાં ફસાયેલા લોકો માટે સતત કાર્યશીલ રહેતા સાંસદે બુધવારે ભુજ સ્ટેશન ખાતેથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જઇ રહેલા પ્રરપ્રાંતીયોને ખુશી સાથે વિદાય આપી હતી.
આ તકે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે જેમ આ શ્રમિકો અહીંથી પોતાના વતન જઈ રહ્યા છે તેમને અનેક પ્રાંતમાં વસતા કચ્છીજનો પોતાના વતન આવી રહ્યા છે.
સાંસદનો અનુરોધ, વતન કચ્છ આવતા તમામ લોકોએ નિયમનું પાલન કરવુ તંત્ર અને આરોગ્ય વિભાગે વિવિધ કામગીરી હાથ ધરી છે. ચોક્કસ પ્લાન બનાવ્યા છે પણ પરપ્રાંતીય લોકોને અનુરોધ છે કે, કચ્છમાં પ્રવેશ્યા બાદ ક્વોરેન્ટીન સહિતની આરોગ્ય માર્ગદર્શિકાઓનો ચોક્કસ પણે પાલન કરવાની જવાબદારી હવે તેમની છે.
કચ્છમાં હજુ સુધી છ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સિવાય હજુ સુધી કચ્છની સ્થિતિ રાહત રૂપ છે. હવે સમગ્ર કચ્છીઓની અને અન્ય પ્રાંન્તોમાં વસતા કચ્છીમાંડુ ઓ તમામ સાથે મળીને આ જ સ્થિતિ જાળવી રાખવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. કોરોના મહામારી સામે લડવા માટે જાગૃતિ અને સાવચેતી સાથે તમામ લોકોએ પોતાનો નાગરિક ધર્મ અને પોતાની જવાબદારી નિભાવવાની તેમણે અપીલ કરી હતી.