કચ્છઃ ભુજ માર્કેટ યાર્ડની મુલાકાત સમયે APMCના સેક્રેટરી જયેશ બરડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયા ચુસ્ત નિયમો મુજબ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને માર્કેટ યાર્ડમાં સેનિટેશન માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.APMCના સ્ટાફ ઉપરાંત પોલીસ બંદોબસ્ત સહિતના પગલા પણ ભરવામાં આવશે. પ્રથમ તબક્કામાં જરૂરિયાત મુજબના પાકોની હરરાજી કરવામા આવશે.
કચ્છ લોકડાઉન: નિયમોના ચુસ્ત પાલન સાથે જિલ્લાભરની માર્કેટયાર્ડ શરૂ કરાશે - Bhuj APMC will be started
કચ્છમાં લોકડાઉનના બીજા તબક્કામાં બીજા દિવસે ભુજ APMC સહિતના કચ્છના તમામ માર્કેટ યાર્ડ શરૂ કરવા માટે તંત્રએ કામગીરી શરુ કરી છે. ગુરુવારે સવારથી જ કચ્છના વિવિધ માર્કેટયાર્ડમાં વેપારી અને ખેડૂતોની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
કચ્છમાં લોકડાઉન નિયમોના ચુસ્ત પાલન સાથે જિલ્લાભરની માર્કેટયાર્ડ શરૂ કરાશે
હાલ પાત્રતા ધરાવતા તમામ લોકોના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 21મી એપ્રિલથી APMC શરૂ કરી દેવાશે પરંતુ મહામારી દરમિયાન જે ચોક્કસ માર્ગદર્શિકા અપાઈ છે, તેનું ચુસ્તપણે પાલન કરાશે.