કચ્છઃ જિલ્લાની સરહદની જાત માહિતી મેળવવા માટે પાંચ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રના બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી એન.એન.સિંહાએ સરહદની સૌથી અટપટ્ટી ક્રિકના હરામીનાળા વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓની સાથે જઇને પેટ્રોલિંગ સહિતની બાબતોની જાણકારી મેળવી હતી.
કચ્છ સરહદે એલર્ટ, કેન્દ્રીય બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરીએ લીધી મુલાકાત
કચ્છ સરહદની માહિતી મેળવવા કેન્દ્રના બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી એન.એન.સિંહાએ સરહદની સૌથી અટપટ્ટી ક્રિકના હરામીનાળા વિસ્તારની મુલાકાત લીધી હતી.
કચ્છ સરહદે એલર્ટ
BSFના ગુજરાત ફ્રન્ટીયરના આઇજી જી.એસ. મલિક, પોલીસ બોર્ડર રેન્જના આઇજી સુભાષ ત્રિવેદી, સીમાદળના ડીઆઇજી એસ.એસ. દબાસ, પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તૌલંબિયા ઉપરાંત કોસ્ટગાર્ડ અને બીએસએફના અધિકારીઓ જોડાયા હતાં. આ અધિકારીઓએ બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી પાસે સરહદ પર જાપ્તો વધુ અસરકારક કરવાના પગલાંની વિગતે ચર્ચા કરી હતી.
Last Updated : Jan 24, 2020, 2:40 PM IST