અંજાર: સફરજનની પેટીઓમાંથી પોલીસે 12.48 લાખનો દારૂ ઝડપી પાડ્યો - કચ્છ તાજા સમાચાર
કચ્છ: અંજાર તાલુકાના વરસાણા નજીક એક ટ્રકમાંથી પોલીસે સફરજનની આડમાં છુપાવેલ 12.68 લાખની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડયો છે.
સફરજનની પેટીઓમાંથી નિકળ્યો દારૂ
3624 બોટલ કિંમત 12,68,400ના જથ્થો સાથે એક કાર, ટ્રક સહિત અંદાજિત 33 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂની ખેપ કરનાર રાધનપુરના નવાબખાન કમાલખાન સિંધીની ધરપકડ કરી છે.