ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના સાંસદે ચિત્રોડ ગામને આદર્શ ગામ તરીકે પસંદ કર્યું - ચિત્રોડ

દેશના સાંસદો દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગામને દત્તક લઈને આદર્શ ગ્રામ બનાવવાની યોજના હેઠળ અમદાવાદ પશ્ચિમ વિસ્તારના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી દ્વારા કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ચિત્રોડ ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદ કર્યું છે. આ યોજના અન્વયે શનિવારે તેમણે ચિત્રોડ ગ્રામસભાનું આયોજન કયું હતું.

ahmedabad-mp-select-chitrod-village-as-ideal-village
સાંસદે ચિત્રોડ ગામને આદર્શ ગામ તરીકે પંસદ કર્યું

By

Published : Feb 29, 2020, 7:58 PM IST

Updated : Mar 1, 2020, 11:37 AM IST

કચ્છઃ સાંસદ કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશના ચિત્રોડને આદર્શ ગામ બનાવીશું. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ચિત્રોડ ગામમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ-રસ્તા, સફાઈ, હર ઘર જલ(પીવાના પાણીની યોજના), શિક્ષણમાં 100 ટકા નામાંકન, ડ્રોપ આઉટ રેશિયો શુન્ય સહિત અનેક પ્રકારની સવલતો આપીને એક આદર્શ ગામ બનાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી હતી.

સાંસદે ચિત્રોડ ગામને આદર્શ ગામ તરીકે પંસદ કર્યું

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં એક પણ ગ્રામ પંચાયત ન હોવાથી સાંસદ કિરીટ સોલંકીએ પોતાની બીજી ટર્મમાં પોતાના ગુરૂ સંત ત્રિકમદાસની ગાદી છે. આ ચિત્રોડ ગામને આ યોજના હેઠળ પસંદ કરી ગામના તમામ લોકોને અનેક યોજનાઓનો લાભ આપીને તમામ ક્ષેત્રે વિકાસ કરવાનો કોલ આપ્યો હતો.

સાંસદે ચિત્રોડ ગામને આદર્શ ગામ તરીકે પંસદ કર્યું

ગામના લધુ ઉદ્યોગ સાહસિકો વેલ્યુબેઝ તાલીમ આપવાનું પણ આયોજન કરવા અંગે પણ જણાવ્યું હતું. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ વિકાસના કામો પૈસાના લીધે નહીં અટકે, તેવી ખાતરી આપી ગામના વિકાસ માટે કમિટિ બનાવી વિવિધ સભ્યોની નિમણૂંક કરવા પણ જણાવ્યું હતું.

સાંસદે ચિત્રોડ ગામને આદર્શ ગામ તરીકે પંસદ કર્યું

આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ ખાસ ઉપસ્થિત રહી ચિત્રોડ ગામને આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદ કરવા બદલ કચ્છના પ્રતિનિધિ તરીકે આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છ કલેક્ટર પ્રવિણા ડી. કે. દ્વારા ચિત્રોડ ગામને આદર્શ ગ્રામ બનાવવા માટે ગ્રામજનોના સહયોગ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

સાંસદે ચિત્રોડ ગામને આદર્શ ગામ તરીકે પંસદ કર્યું

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વહિવટી તંત્ર તરફથી ખાતરી આપી છે. ગામમાં ઉપલબ્ધતા અને ખુટતી કડીને જોડીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ યોજનાઓ થકી આ ગ્રામને આદર્શ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પ્રારંભે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ સંત ત્રિકમદાસના મંદિરે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Last Updated : Mar 1, 2020, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details