- મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે બન્યો હતો કસ્ટોડિયલ ડેથનો બનાવ
- પોલીસે શરૂઆતમાં એક PI અને એક GRD જવાનની કરી છે ધરપકડ
- અમદાવાદ ATS દ્વારા કરવામાં આવી રહી છે સર્વેલન્સ સહિતની કામગીરી
કચ્છ: કસ્ટોડિયલ ડેથ કેસમાં અમદાવાદ ATSની ટીમે પોલીસ કોન્સ્ટેબલને ઘરમાંથી ઝડપ્યો
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલા સમાઘોઘા ગામમાં થયેલા કસ્ટોડિયલ ડેથનાં પ્રકરણમાં ફરાર પોલીસ કર્મચારી પોતાના વતન બનાસકાંઠાથી પકડાયો છે. ATSની ટીમે બાતમીના આધારે આરોપીને થરાદથી ઝડપીને ભુજ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં શરૂઆતમાં PI અને એક GRD જવાનની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો.
મુન્દ્રા તાલુકામાં નોંધાયેલા કસ્ટોડિયલ ડેથ કેસમાં અમદાવાદ ATSની ટીમે પોલીસ કોન્સ્ટેબલને ઘરમાંથી પકડ્યો
કચ્છ: કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહીલ, જયદેવસિંહ ઝાલા, અશોક કનાડ, કપીલ દેસાઇ, ગફુરજી ઠાકોર અને માજી સરપંચ જયવીરસિંહ જાડેજા સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. PI અને એક GRD જવાનની ધરપકડ કરી જેલ હવાલે કરાયા બાદ 6 આરોપી પોલીસની પકડથી દૂર હતા. નાસતા આરોપીઓને પકડવા માટે અમદાવાદ ATSની ટીમે સર્વેલન્સની કામગીરી હાથ ધરીને વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.