ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં એગ્રો ટુરિઝમ પ્લેસમાં મેળવો પ્રકૃતિના ખોળે અનેક લાભ - કચ્છમાં એગ્રો ટુરિઝમ પ્લેસ

કચ્છનું સૌથી પહેલું એગ્રો ટુરિઝમ પ્લેસ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ ( Shree Ramkrishna Trust ) કુકમામાં (Agro Tourism Place Kukma Kutch )બન્યું છે. ગામડાનું અને ખેડૂતનું જીવન કેવું હોય અને કેવી રીતે જીવાય (Agro Tourism Concept )તેની વાસ્તવિક અનુભૂતિ અહીં કરાવવામાં આવી રહી છે. એગ્રો ટુરિઝમ કન્સેપ્ટ વિશે વિશેષ જાણકારી લઇએ.

કચ્છમાં એગ્રો ટુરિઝમ પ્લેસમાં મેળવો પ્રકૃતિના ખોળે અનેક લાભ
કચ્છમાં એગ્રો ટુરિઝમ પ્લેસમાં મેળવો પ્રકૃતિના ખોળે અનેક લાભ

By

Published : Jan 10, 2023, 9:37 PM IST

ગામડાનું અને ખેડૂતનું જીવન કેવું હોય અને કેવી રીતે જીવાય અહીં જોવા મળે

કચ્છ દેશમાં ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતીની સાથે સાથે એગ્રો-ટુરિઝમ તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને યુવાનો સ્ટાર્ટઅપ તરીકે આમાં રસ દાખવી રહ્યા છે. કુકમા સ્થિત શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ ( Shree Ramkrishna Trust ) સંસ્થામાં દેશી ગાયના પંચગવ્યમાંથી 100 કરતાં પણ વધારે પ્રોડક્ટ બનાવવામાં આવે છે. એટલું જ નહીં તેની નિ:શુલ્ક તાલીમ પણ અપાય છે.જેનો લાભ સેંકડો યુવાન લઇ ચૂક્યા છે. અહીં (Agro Tourism Place Kukma Kutch ) એગ્રો ટૂરિઝમ તરીકે રહેવાની તેમજ પ્રકૃતિને માણવાની અને પ્રાકૃતિક ભોજન માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.અહી એગ્રો ટુરિઝમ કન્સેપ્ટના (Agro Tourism Concept )જૈવ સંપદા, જલ સંપદા, કૃષિ સંપદા,ગૌ સંપદા, ઊર્જા સંપદા અને જમીન સંપદા વિશે પણ માહિતી આપવામાં આવે છે.

20,000 લોકોએ એગ્રો ટુરિઝમનો લાભ લીધો ભારતીય સંસ્કૃતિમાં ગાયનું અનેરું મહત્વ છે. ગાયને માતા ગણી, પૂજન કરવામાં આવે છે. તેમજ ગૌમૂત્ર, દૂધ, ગાયનું ગોબર વગેરેનું પણ આગવું મહત્વ રહેલું છે, ત્યારે કુકમા ખાતે કાર્યરત રામકૃષ્ણ ટ્રસ્ટ ( Shree Ramkrishna Trust ) દ્વારા ગોબર અને ગૌમૂત્રમાંથી અનેક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેની નિ:શુલ્ક તાલીમનો લાભ પણ અનેક લોકોએ લીધો છે.છેલ્લાં 10 વર્ષોમાં 20,000 જેટલા લોકોએ અહીં એગ્રો ટુરિઝમનો લાભ લીધો છે અને પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક ઉત્પાદનો અને પ્રાકૃતિક ભોજનનો જ્ઞાન અને આનંદ (Agro Tourism Concept )મેળવ્યો છે. આ પ્રકારે ગુજરાત ટુરિઝમમાં (Gujarat Tourism )વધારો થયો છે.

આ પણ વાંચો કચ્છના સફેદ રણમાં વધુ એક આકર્ષણનું કેન્દ્ર કરાયું ઊભું; નવો ગેમ ઝોન શરૂ

પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આ સંસ્થા (Agro Tourism Place Kukma Kutch ) માં મુલાકાતીઓ ખેતીની મુલાકાત, ખેતીની પ્રવૃત્તિઓ અને ફાર્મ સ્ટે પણ કરે છે. આ સંસ્થાની મુલાકાત લઈને, તમે પ્રકૃતિ સાથે જોડાયેલા અનુભવો (Agro Tourism Concept )છો, અને તમે તમારા બાળકોને પ્રકૃતિને પ્રેમ કરવાનું પણ શીખવી શકો છો. અહી ફળો, શાકભાજી, આયુર્વેદિક દવાઓના છોડ વાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. આસપાસના ખેડૂતોને પણ ઝેર મુક્ત ખેતી કરવા અહીં પ્રેરણા આપવામાં આવે છે અને ખેતીમાં નવું શું કરી શકાય તે અંગે પણ તેમને મદદ કરે છે. જેના વિશે ખેડૂતો હંમેશા ઉત્સુક રહે છે અને તેમણે તેમના ખેતરોમાં રોકડીયા પાક અને મિશ્ર ખેતી કરવાનું શરૂ કર્યું છે.

ગૌમૂત્ર અને છાણમાંથી ઉત્પાદન થતી વસ્તુઓની તાલીમ પૂનાથી એગ્રો ટુરિઝમનો લાભ લેવા તેમજ ગાય આધારિત થતી ખેતી અને ગૌમૂત્ર અને છાણમાંથી ઉત્પાદન થતી વસ્તુઓની તાલીમ મેળવવા માટે આવેલા મિલિંદ થોમ્બરેએ જણાવ્યું હતું કે, નેવીમાં 23 વર્ષ સેવા આપ્યા બાદ ગૌસેવામાં જોડાયેલ છે અને પ્રાકૃતિક પદ્ધતિથી પૂનામાં પંચગવ્ય હોસ્પિટલ બનાવવા જઇ રહ્યા છે ત્યારે નક્કી કરવામાં આવ્યું કે પ્રાકૃતિક રીતે તેનું નિર્માણ કરવામાં આવે માટે વૈદિક પ્લાસ્ટર અને વૈદિક પેઇન્ટથી નિર્માણ કરવાનું નક્કી થતાં આ આશ્રમ (Agro Tourism Place Kukma Kutch )ખાતે શીખવા આવ્યા છીએ અને અહીં ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ ઘણું બધું શીખવા (Agro Tourism Concept ) મળી રહ્યું છે અને સાથે સાથે કામ પણ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઝીરો બજેટ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરાયું

પ્રવાસીઓ એગ્રો ટુરિઝમ તરફ વળ્યા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ ( Shree Ramkrishna Trust ) કુકમાના પી.આર.ઓ શૈલેન્દ્રસિંહ જેઠવા એગ્રો ટુરિઝમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,કચ્છ છે એ આજે ટુરિઝમનો મોટામાં મોટો પ્લેસ બની ગયું (Agro Tourism Place Kukma Kutch ) છે અને કચ્છમાં લોકો ફરવા પણ આવતા હોય છે અને સામાન્ય રીતે માણસ 20-25,000 નો ખર્ચ કરે થોડા દિવસો એને સમય નાખીને કંઈક નવું જાણવું છે એવો એને રસ હોય છે અને આનંદ થાય. જ્યારે હોટલ્સની અંદર રોકાય છે તો અત્યારે આપણે ખેતી કેમિકલવાળી થઈ છે એના કારણે કેમિકલવાળો ખોરાક બધી જગ્યાએ છે સાથે શહેરની અંદર રોકાશે તો એને પ્રદૂષણનો સામનો કરવો પડશે. જ્યારે આવું કોઈ ગામથી દૂર કોઈ કેન્દ્ર હોય કે જ્યાં કોઈ ખેડૂતનું ખેતર હોય અને નિવાસ સ્થાન આપતા હોય અથવા જેમાં આવડું મોટું કોઈ ટ્રસ્ટ સંકુલ હોય જેમાં છ ભૂંગા પણ બનાવેલા છે તો ખેતીની અંદર એગ્રો ટુરિઝમ (Agro Tourism Concept )વિકસાવેલું હોય અને તેમાં લોકો રોકાશે તો દિવસ આખો કચ્છમાં ફરે રાત્રે આવી જતા હોય તો સવારમાં પણ હાજર હોય છે.જેનાથી લોકો ગામડાની શુદ્ધ હવામાં રહેશે.

શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ ખોરાક માણસનો પહેલો અધિકાર છે શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ ખોરાક.જે ગામડામાં મળશે તથા આવી પ્રાકૃતિક જગ્યાએ મળશે. અહીં એગ્રો ટુરિઝમમાં રહે તો તેને શુદ્ધ હવા મળે.અહીં એગ્રો ટુરિઝમ તરીકે શું છે કે ભૂંગાઓ છે એ ખાલી રહેવા માટે છે એનું ખોરાક ક્યાંથી આવશે તો આપણા જ ખેતરમાં જે આપણે ઘઉં વાવીએ છીએ આપણું પોતાનું બીજ એને બનાવી દીધું છે. દર વર્ષે સક્ષમ થતું જાય એવું એજ ઘઉંની રોટલી અહીં બનાવવામાં આવે છે. આપણે શાકભાજી આવીએ છીએ એ તાજા ઉતરેલા શાકભાજી જેમાં કોઈ કેમિકલ પેસ્ટીસાઈડ નથી. આ જે ખોરાકનો લોકો આનંદ લે, દેશી ગાયના દૂધની છાશ હોય એ જ્યારે ખાય દેશી ગોળ આપણે વાપરીએ, એલ્યુમિનિયમના કોઈ વાસણમાં રાંધવામાં ન આવે, પલાંઠી વાળીને જમવા બેસવું વગેરે જેવું શીખવા(Agro Tourism Concept ) મળે છે.

આ પણ વાંચો બ્રાસપાર્ટનું કારખાનું બંધ કરી ગાય આધારિત ખેતીનો અપનાવ્યો માર્ગ, જામનગરના યુવાનની પહેલ

લોકોની દિનચર્યામાં સુધારો આવે છે સવારમાં એક કલાક ખેતરમાં પણ આંટો મારી શકે તો એને ખબર પડે કે આપણે જે ખાઈએ છીએ એ ખરેખર આવે છે ક્યાંથી? તો કેમિકલ વગરનો ખોરાક અને કેમિકલ વાળો ખોરાક એ બંનેનો ભેદ સ્પષ્ટ થશે. એ ત્રણ ચાર દિવસમાં પોતાના શરીરમાં એને આનંદ આવે અને જેવું અન્ન એવું મન કે જે વિજ્ઞાન છે તે અહીં સાબિત થાય છે. તો જ્યારે આવા ખેતરવાળા એગ્રો ટુરિઝમમાં (Agro Tourism Place Kukma Kutch ) માણસ મુલાકાત લેશે ને તો બે ચાર દિવસમાં આખો આ વિષય (Agro Tourism Concept )સમજાશે. તેલ, મીઠું, ઘી અને આ બધું જે કેમિકલવાળા ભોજન છે એની જગ્યાએ પ્રાકૃતિક ઓપ્શન છે એ અને ત્રણ ચાર દિવસમાં શીખવા મળશે, સમજવા મળશે અને પોતાના શરીરમાં અનુભવવા મળશે એના આધારે અહીંથી જ્યારે પાછા જાય ત્યારે એને આખો એક નવો રસ્તો મળશે કે જે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વાળો ખોરાક અને એના આધારે આપણે જે ખોરાકની પદ્ધતિ અને દિનચર્યામાં જશે સાથે સાથે એક નવો માર્ગ લઈને જાય છે જેને આગળ કામ લાગશે જે એગ્રો ટુરિઝમનો મોટામાં મોટો ફાયદો છે.

ABOUT THE AUTHOR

...view details