- બે વર્ષ બાદ લગ્નસરાની સિઝનમાં રોનક જોવા મળી
- લગ્નના ડ્રેસ ભાડે આપતા વેપારીઓને લગ્નની આ સીઝનમાં સારો વેપાર થવાની આશા
- રૂપિયા 800થી લઈને 5000 રૂપિયાના ભાડે મળી રહે છે તમામ પ્રકારના વેડિંગ કલેક્શન
કચ્છ :છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન અનેક લોકોએ લગ્ન(Wedding season) રદ કર્યા હતા. પરિણામે લગ્નના ડ્રેસ(Wedding dress) ભાડે આપતા વેપારીઓ ધંધો ઠપ્પ થતા વેપારીને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. ત્યારે બે વર્ષ બાદ આ વર્ષે ફરીથી લગ્નસરાની સિઝન(marriage season 2021)જામી છે અને લગ્નના ડ્રેસ ભાડે આપતાં વેપારીઓને પણ ધંધો મળી રહ્યો છે અને ફરીથી રોનક છવાઈ રહી છે.
નવી થીમ અને કાર્ય મુજબ ડ્રેસ ચાલી રહ્યો છે
છેલ્લા કેટલાક વર્ષોથી લગ્ન પ્રસંગોમાં થીમ આધારિત કપડાઓ તેમજ જુદા જુદા લગ્ન પ્રસંગોના ફંકશન મુજબ કપડા(Wedding occasions clothes) પહેરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમ કે પ્રિ-વેડિંગ માટે લોંગ ટેલ ગાઉન, બ્લેઝર, હલ્દી માટે પીળા રંગના કપડા, મહેંદી માટે લીલા રંગના કપડા તેમજ સંગીત માટે કપલવેર તથા લગ્ન અને રિસેપ્શન માટેના જુદાં જુદા કપડા(Reception clothes) પહેરવાની ફેશન ટ્રેન્ડમાં છે. ત્યારે ભુજમાં આ વર્ષે આવા ડ્રેસ ભાડે આપતી દુકાનોની સીઝન સારી જશે તેવી વેપારીઓને આશા છે.
બે વર્ષ બાદ ચાલુ સિઝને ગ્રાહકોનો સારો એવો ધસારો: વેપારી